Atmadharma magazine - Ank 377
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 37

background image
અમે પંચપરમેષ્ઠીના ભક્ત છીઅ
એક માણસે કોઈ ધર્મી–શ્રાવકને પૂછયું: તમે સાધુને માનો છો?
ધર્મી–શ્રાવકે વિવેકથી કહ્યું: જી! અમે પાંચે પંચપરમેષ્ઠીભગવંતોને
માનીએ છીએ; જે સાધુ પંચપરમેષ્ઠીભગવંતોમાં આવી જતા હોય તેમને જરૂર
માનીએ છીએ...તે પંચપરમેષ્ઠીની પંક્તિમાં છે કે નહીં–તેનો વિચાર તો તમે જ
કરો.
જગતમાં અનંત સિદ્ધભગવંતો, લાખો અરિહંતભગવંતો, તથા કરોડો
મુનિભગવંતો–તેમને જ્ઞાનમાં સ્વીકારીને દરરોજ (પંચનમસ્કારમંત્રદ્વારા)
પરમભક્તિથી તેમને નમસ્કાર કરીએ છીએ.
અરે, પંચપરમેષ્ઠીભગવંતો–અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ,–
તે તો જગતમાં સર્વોત્તમ મંગળરૂપ છે,–એને કોણ ન માને? કોણ ન વંદે? એવો
તે ક્્યો જૈન–બચ્ચો છે–કે જે પંચપરમેષ્ઠીને ન માને! ઈન્દ્રો અને ચક્રવર્તીઓનું
શિર પણ જેમના ચરણે ઝુકી જાય એવા રત્નત્રયવંત ભગવંતો–તેમને ક્્યો
ધર્માત્મા ન આદરે? અહો! તેમના સાક્ષાત્ દર્શનની તો શી વાત! તેમના
નામનું સ્મરણ પણ મંગળરૂપ છે.
અહા, આવા પંચપરમેષ્ઠીપદમાં જે બિરાજતા હોય, એને વળી ‘બીજા
મને માને છે કે નથી માનતા’ એની ચિંતા કેવી? ચૈતન્યપદમાં લીનતા આડે,
બહારમાં ઈંદ્રાદિ કોણ નમે છે! ને કોણ મિથ્યાદ્રષ્ટિઓ નથી નમતા–એ જોવાની
ફૂરસદ જ કોને છે? તે તો નિરપેક્ષ છે; પરંતુ બીજા જીવને તેમનાં ગુણો દેખીને
પ્રમોદ જરૂર આવે છે...ગુણને દેખીને પ્રમોદ ન આવે–એને ધર્મપ્રેમ કેવો? આવા
પંચપરમેષ્ઠી પદ તે તો જગતપૂજ્ય છે, આત્માના પરમ ઈષ્ટ પદ છે. આવા
પંચપરમેષ્ઠીને દેખીને પણ તેમના ચરણોમાં જેનું શિર ન ઝુકે તે જૈન કેવો? તે
મુમુક્ષુ કેવો? જૈન મુમુક્ષુનું હૃદય તો પંચપરમેષ્ઠીને દેખતાં જ તેમના ગુણો પ્રત્યે
પરમભક્તિથી નમી પડે છે: અહો રત્નત્રયના ભંડાર! તમારા જેવા ગુણોની
પ્રાપ્તિ માટે હું તમને નમસ્કાર કરું છું.