: ૫૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૧
મંગલ જન્મોત્સવનાં મીઠાં સંભારણાં
અહા, આજનું પ્રભાત કોઈ અનેરું
હતું....આખા વિશ્વની શોભામાં જાણે એક
વૃદ્ધિ થઈ ગઈ હતી.....સંસારના દાવાનળને
ઠારવા જાણે શાંતરસનો વરસાદ વરસી રહ્યો
હતો. આનંદમય કોલાહલ ક્્યાંય સમાતો ન
હતો....શેનો છે આ પ્રભાવ! અહો!
ચોવીસમા તીર્થંકર મહાવીર ભગવાનનો
અવતાર થઈ ચુક્્યો છે. ત્રણલોકમાં એની
મંગલ વધાઈ પહોંચી ગઈ, ઈન્દ્રોના આસન
ડોલી ઉઠયા, ઘંટનાદ અને વાજિંત્રો એની
મેળે વાગવા માંડયા. ઈન્દ્રોએ ખુશી
મનાવીને જન્મોત્સવ કર્યો, ને જન્માભિષેક માટે વૈશાલી–કુંડપુરમાં આવ્યા...
ઐરાવતસહિત નગરીને ત્રણ પ્રદક્ષિણા કરી જગતની જનતા આ મંગલ દ્રષ્યો
જોવા ઉભરાણી.
તો આ બાજુ વૈશાલી–કુંડપુરમાં સિદ્ધાર્થમહારાજાની રાજસભામાં
પણ આનંદનો પાર ન હતો. પ્રભુજન્મની મંગલ વધાઈથી ચારેકોર
આનંદ–આનંદ છવાઈ ગયો હતો. રાજાઓ પોતાનો હર્ષાનંદ વ્યક્ત કરી
રહ્યા હતા. આશ્ચર્યકારી આનંદમય કોલાહલથી નગરી ગાજી રહી હતી.
તેમાંય જ્યારે શચી–ઈન્દ્રાણી નાનકડા તીર્થંકરને તેડીને બહારમાં આવ્યા
ત્યારે તો પ્રભુને દેખીને હજારો ભક્તો હર્ષાનંદથી નાચી ઊઠ્યા; ઈન્દ્ર તો
એવા ખુશ થયા કે હજાર આંખ કરીને પ્રભુને જોવા લાગ્યા. અંતે થાકીને
તેણે કહ્યું–અહો દેવ! આપનું રૂપ તો અતીન્દ્રિયઆંખવડે જ દેખાય તેવું છે.
પ્રભુ ઐરાવત હાથી ઉપર બિરાજમાન થયા, ને પ્રભુની સવારી લઈને
ઈન્દ્રો ધામધૂમથી મેરુ તરફ ચાલ્યા. પ્રભુની સવારી નીરખવા અપાર ભીડ
ઉમટી હતી. જૈનસમાજને માટે અને જગતને માટે આ ભવ્ય ઐતિહાસિક
મહોત્સવ હતો. ભાગ્યશાળી હતા એના જોનારા પણ.
જન્મોત્સવ દેખીને જનતામાં એટલો બધો આનંદનો કોલાહલ
થવા લાગ્યો કે પ્રભુનો જન્મોત્સવ દેખીને હરખથી જીવો પાગલ થઈ જશે
કે શું! –એમ થતું હતું. અહા, એકકોર ભગવાનની અલિપ્ત ચેતના, અને
એકકોર આ હરખનો હીલોળો, –જૈન–