Atmadharma magazine - Ank 379
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 53

background image
: વૈશાખ : ૨૫૦૧ આત્મધર્મ : ૭ :
દુઃખથી ત્રાસીને શાંતિ માટે
ધા નાખતો જિજ્ઞાસુ વેગપૂર્વક
આનંદધામ તરફ દોડે છે.
(સમ્યક્ત્વજીવન–લેખમાળા : લેખાંક–૧૩)
સમ્યક્ત્વને ઝંખતો જીવ પ્રથમ એટલો વિશ્વાસ કરે છે કે
જગતમાં સુખનું ધામ કોઈ હોય તો તે મારું ચૈતન્યપદ જ
છે. આવા વિશ્વાસના જોરે જેમ–જેમ તેની લગની વધતી
જાય છે તેમ તેમ આનંદનું ધામ તેને પોતાની અંદર નજીક
ને નજીક દેખાતું જાય છે...ને અંતે જેમ તરસ્યું હરણું
પાણીના સરોવર તરફ દોડે તેમ તેની પરિણતિ વેગપૂર્વક
આનંદમય સ્વધામમાં પ્રવેશીને સમ્યક્ત્વ વડે તે આનંદિત
થાય છે. (સં.)
સમ્યગ્દર્શન થતાં પહેલાંં આત્મસન્મુખ જીવની રહેણી–કરણી તથા વિચારધારા
કેવા પ્રકારની હોય? તથા સમ્યગ્દર્શન થયા પછી તેની રહેણી–કરણી અને વિચારધારા
કેવા પ્રકારની હોય? એ જાણવાનું જિજ્ઞાસુને માટે ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે.
સમ્યગ્દ્રષ્ટિના અંતરમાં વહેતા ભેદજ્ઞાનના ભાવોને બહુ વિરલ જીવો જ ઓળખે છે, પણ
જે ઓળખે છે તે ન્યાલ થઈ જાય છે.
જેની અંતરંગ પરિણતિ ચૈતન્યની શાંતિને ઝંખી રહી છે, ચોવીસ કલાક સતત
જેને આત્મસ્વરૂપની જ લગન છે, કષાયોની અશાંતિથી જે અત્યંત થાક્્યો છે, જેનું
વૈરાગી હૃદય ભવ–તન–ભોગોથી પાર એવા કોઈ પરમતત્ત્વને શોધી રહ્યું છે,–તે માટે
સર્વ પરભાવોથી દૂર–......અતિદૂર એવી નિજ–ગૂફામાં પ્રવેશવા તત્પર બન્યું છે, સાચી
શાંતિનો માર્ગ બતાવનારાં દેવ–શાસ્ત્ર–ગુરુ ઉપર જેને પૂર્ણ વિશ્વાસ છે, અને તેમની
પાસે જઈ, બીજી બધી અભિલાષા છોડી મહાન નિજવૈભવની પ્રાપ્તિ માટે જેનો પોકાર
છે,–આવી અંતરંગ વિચારધારાવાળો જીવ આત્મસન્મુખધારા વડે થોડા જ વખતમાં