
ચૈતન્યની આરાધનાના અદ્ભુત પ્રભાવની શી વાત!!
સંયોગને કે પુણ્યના ઠાઠને, કે રાગ–દ્વેષને જોઈને ન અટક! આત્મિક
ગુણોદ્વારા પ્રભુની સાચી ઓળખાણ કર, તો તનેય સમ્યક્ત્વાદિ
થશે, ને તું પણ પ્રભુના મોક્ષના માર્ગમાં પ્રવેશી જઈશ.
તે જાણતો નિજાત્મને સમકિત લ્યે આનંદથી.
શું કાર્ય કરવું રહી ગયું, ક્ષણ ક્ષણ અરેરે! આત્મનું?
કયા દોષ છોડ્યા આત્મથી, કયા ગુણની પ્રાપ્તિ કરી?
કઈ ભાવી ઉજ્વળ ભાવના સમ્યક્ત્વ–આદિક ભાવની?
કઈ–કઈ ક્ષણે ચિંતન કર્યું નિજ આત્મના શુદ્ધ ગુણનું?
કઈ–કઈ રીતે સેવન કર્યું મેં દેવ–ગુરુ–ધર્મનું?
રે! જીવન મોંઘું જાય મારું, શીઘ્ર સાધું ધર્મને,
ફરીફરી છે દુર્લભ અરે! આ પામવો નરદેહને.
સમ્યક્ત્વ સાધું, જ્ઞાન સાધું, ચરણ સાધું આત્મમાં;
એ રત્નત્રયના ભાવથી કરું સફળતા આ જીવનમાં.
પ્રમાદ છોડીને હવે હું ભાવું છું નિજ આત્માને,
નિજ આત્મના ભાવન વડે કરું નાશ આ ભવચક્રને.