: વૈશાખ : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
ધર્મચક્રમાં જ્ઞાન–આનંદ વગેરે અનંત શક્તિઓ એક સાથે
પરિણમતી તને અનુભવમાં આવશે.
૭૬. આત્માના છ કારકોની સ્વાધીનતા ઉપરનાં અદ્ભુત પ્રવચનોમાંથી
ગૂંથેલી આ ૭૨ પુષ્પોની મંગલમાળા જે જીવ પહેરશે–એટલે કે
અંતરમાં પરિણમાવશે–તે જીવ ચૈતન્યનું ચક્રવર્તીપદ પામશે.
૭૭. અરેરે જીવ! હવે તારે આ દુઃખથી છૂટવું જ છે,–તો વાર શું
લગાડવી! આ ક્ષણે જ છૂટી જા ને! આનંદ તો તારામાં હાજર જ
છે–તેમાં આવી જા ને!
૭૮. મુમુક્ષુને દરેક પ્રસંગે પોતાને આત્મિકભાવનાનું ઘોલન થાય, ને
ચેતનરસ વધતો જાય–તે મહત્ત્વનું છે. આત્માર્થી જીવ બધાય
પ્રસંગોને પોતાના ચેતનરસની વૃદ્ધિનું જ કારણ બનાવે છે.
૭૯. સમ્મેદશિખર વગેરે તીર્થધામોની યાત્રા, કે જિનેન્દ્રદેવના
પંચકલ્યાણકના દર્શન–એ બધા પ્રસંગે મુમુક્ષુને આત્મકલ્યાણની ને
આત્માના અદ્ભુત મહિમાની ઉત્તમ ભાવનાઓ જાગે છે; નવી–
નવી ભાવનાઓ ઘૂંટતો–ઘૂંટતો તે પોતાના આત્માને
વીતરાગમાર્ગમાં આગળ ને આગળ લઈ જાય છે.
૮૦. બહારમાં સુનકાર વાતાવરણ હોય, ચારે બાજુ ઉદાસી છવાઈ ગઈ
હોય એવા પ્રસંગે ધર્મીને મુનિઓનો સહવાસ યાદ આવે છે: જાણે
મુનિઓના વાસમાં રહેતા હોઈએ–એમ પરમ વૈરાગ્યરૂપ
આત્મભાવનાઓ જાગે છે.
૮૧. સાધક જીવનું ચિત્ત સદાય સર્વજ્ઞભગવંતો સાથે કેલિ કરતું હોય છે.
એની આત્મસાધનાના અતીન્દ્રિય–તાર સર્વજ્ઞસ્વભાવ સાથે
જોડાયેલા છે,–તે કદી તૂટતા નથી.
૮૨. એકત્વ આત્માનો પરમ ગંભીર મહિમા જાણી, તેની ઊંડી
ભાવનામાં ઊતરીને આત્મઅનુભૂતિ સુધી પહોંચવું–તે વીરનાથનો
માર્ગ છે; ને જેણે એમ કર્યું તે જીવ પંચપરમેષ્ઠીનો સાધર્મી થયો.
૮૩. વીતરાગરસમાં ઝૂલતા પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર! અહો
પંચપરમેષ્ઠીના પ્રસાદથી પ્રાપ્ત સુંદર ચૈતન્યતત્ત્વ કેવું શોભી રહ્યું છે!!
૮૪. દુનિયા દુનિયાની રીતે ચાલી રહી છે; વૈરાગ્ય જગાડે છે; ચૈતન્યની
અદ્ભુતતા વગર મુમુક્ષુને બીજે ક્્યાંય ચેન પડે તેવું નથી.