Atmadharma magazine - Ank 379
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 53

background image
: વૈશાખ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૫ :
છે. સ્વાધીનસ્વભાવ સ્વયંભૂ સર્વતંત્ર સ્વતંત્રપણે જ કેવળજ્ઞાનાદિરૂપે પરિણમે છે. આવી
સ્વાધીનદ્રષ્ટિ તે સ્વસન્મુખ શુદ્ધોપયોગનું કારણ છે, તેમાં જ સ્વતંત્રતા ને સુખ છે. સુખ
માટે આવા પોતાના આત્મસ્વભાવને અવલંબો ને બાહ્યસામગ્રી શોધવાનો મોહ છોડો–
એમ આચાર્યદેવનો ઉપદેશ છે.
* * * * *
રે....અનિત્યતા!
વૈરાગ્ય! વૈરાગ્ય! વૈરાગ્ય!
(સર્વે મૂંઝવણ મટાડવાનો અમોઘ મંત્ર)
એક બાળક આ સંસારમાં જન્મે અને હજી તો તેની
માતા તેને ગોદમાં લ્યે ત્યારપહેલાંં તો તે અનિત્યતાની
ગોદમાં આવ્યો છે, ને તેના આયુષ્યમાંથી અસંખ્ય સમય
ઓછા થઈ ગયા છે. અરે, તે પુત્ર છે કે પુત્રી–એ તેની માતાને
ખબર પડે ત્યારપહેલાંં તો તેનું આયુષ્ય ઘટવા માંડ્યું છે. આ
સંસારમાં સવારે જે રાજપુત્રનો રાજ્યાભિષેક થતો જોવામાં
આવે, સાંજે તે જ રાજપુત્રનો દેહ ચિતામાં બળતો જોવામાં
આવે છે. રે! સંસારની આવી ક્ષણભંગુરતા, અશરણતા, અને
અસારતા! તેને જાણીને પરમ સારભૂત અને અવિનાશી એવા
પોતાના ચૈતન્યનું જ શરણ કરવા જેવું છે.
રે જીવ! દુર્લભ અને ક્ષણભંગુર મનુષ્યપણું પામીને
એને તું વેડફી નાંખીશ નહિ, ક્ષણે–ક્ષણે અત્યંત જાગૃત રહીને
તારા હિતને સાધી લેજે. બહુ મુંઝવણોથી ભરેલા આ
સંસારમાં તું આત્મભાવનાને ચુકીશ નહિ. સુંદર આત્મતત્ત્વની
ભાવના અને વૈરાગ્ય એ સર્વે મુંઝવણ મટાડનારો ને શાંતિ
આપનારો અમોઘ મંત્ર છે.