: ૧૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૧
તારા અતીન્દ્રિય–
– આનંદનું ધામ
(વીસ વર્ષ પહેલાંંની વૈશાખ સુદ એકમનું પ્રવચન: પ્રવચનસાર ગા. ૨૬)
શ્રી આચાર્યભગવાન આત્માના અતીન્દ્રિયઆનંદમાં ઝૂલી
રહ્યા છે......અતીન્દ્રિયઆનંદમાં ઝૂલતા એ સંતોની વાણીમાં પણ
અતીન્દ્રિયઆનંદ નીતરી રહ્યો છે........
રે ભાઈ! શું તને એમ નથી લાગતું કે આત્મામાં અંદર જોતાં
શાંતિનું વેદન થાય છે ને બહારમાં દ્રષ્ટિ કરતાં અશાંતિ વેદાય છે!!
શાંતિથી વિચારતાં તને એમ જ દેખાશે; માટે નક્કી કર કે શાંતિનું–
સુખનું–આનંદનું ક્ષેત્ર મારામાં જ છે, મારાથી બહાર ક્યાંય સુખ–શાંતિ
કે આનંદ નથી...નથી...ને નથી. બાહ્ય ભાવોની અપેક્ષા વગર એકલી
પરમ શાંતિના વેદનસ્વરૂપ હું પોતે જ છું–એમ અનુભવ કર.
(પૂ. ગુરુદેવ)
આત્માનો જ્ઞાનસ્વભાવ છે. જિનવર ભગવાનને તે જ્ઞાનસ્વભાવ પૂરેપૂરો ખીલી
જેટલા ક્ષેત્રમાં સુખનું સંવેદન થાય છે તેવડો જ આત્મા છે, અને તે આત્મા
જેવડું જ જ્ઞાન છે. હવે જીવ! જેટલા ક્ષેત્રમાં આનંદનું વેદન થાય છે તેટલા ક્ષેત્રમાં જ તું
છો, તારા ક્ષેત્રથી બહાર તારો આનંદ નથી. આત્માને પોતાના અસંખ્ય પ્રદેશોમાં જ
આનંદનું વેદન થાય છે, તે આનંદનો વિસ્તાર થઈને કાંઈ બહારમાં ફેલાતો નથી, એટલે
આત્માથી બહાર કોઈ પદાર્થોમાં આનંદ નથી, ને તે કોઈ પદાર્થોના આશ્રયે