
છે. જડ અને ચેતનનું ભેદજ્ઞાન કરે છે, ચૈતન્યભાવ અને રાગભાવની ભિન્નતાનો ઊંડો
વિચાર કરે છે; દ્રવ્યકર્મ–ભાવકર્મ–નોકર્મરહિત એવા શુદ્ધચૈતન્યસ્વરૂપે આત્માને લક્ષમાં
લ્યે છે; તેમાં તેને શાંતિ દેખાતી જાય છે એટલે તેને આત્માની જ ધૂન લાગી છે; ને બીજે
બધેથી ઉદાસીનતા વધતી જાય છે; વારંવાર આત્માનું સ્મરણ ચિંતન કરીને પરિણામને
શાંત કરતો જાય છે, દેવ–ગુરુને દેખતાં તેમની અતીન્દ્રિય શાંતિને લક્ષગત કરતો જાય
છે; શાસ્ત્રમાંથી પણ શાંતરસને જ ઘૂંટતો જાય છે; આ રીતે તેને દેવ–ગુરુ–શાસ્ત્ર તરફનો
ઉત્સાહ પણ વધતો જાય છે ને તેમનામાં વધુ ને વધુ ઊંડપ દેખાતી જાય છે, આત્મરસ
એવો મીઠો લાગે છે કે સંસારનું મહાન પ્રલોભન પણ તેને આત્મરસથી છોડાવી શકતું
નથી. ગમે તેવા પ્રતિકૂળ સંયોગ આવી પડે તોપણ કષાયનો રસ વધવા દીધા વગર તે
સમાધાન કરી લ્યે છે; સંસારનાં મિથ્યા સુખો પાછળ હવે તે ગાંડો થતો નથી, અંદરથી
તેનો રસ છૂટી ગયો છે; એટલે તેને માટે તીવ્ર આરંભ–સમારંભ કે અનીતિ–અન્યાય
પણ તે કરતો નથી. નિવૃત્તિપૂર્વક તીર્થસ્થાનોમાં કે સત્સંગમાં રહીને આત્મસાધન
કરવાનું તેને ગમે છે, ઉપયોગને નિર્વિકલ્પ કરવા ને આત્માને અનુભવવા તે વધુને વધુ
આત્મા તરફ વળે છે, વિચારધારાને વધુને વધુ સૂક્ષ્મ કરીને આત્માને પરભાવોથી જુદો
પાડે છે, અનેક પ્રકારે આત્માની સુંદરતા ને ગંભીરતા લક્ષમાં લ્યે છે. અહો, મારું
આત્મતત્ત્વ કોઈ અગાધગંભીર અદ્ભુત ભાવોથી ભરેલું છે. તેનો અનુભવ કરવામાં
વચ્ચે કયા પરિણામો નડે છે?–તે સંબંધી દંભ કર્યા વગર પોતાના પરિણામ કેવા છે તે
જાણે છે; ને વિઘ્ન કરનારા પરિણામોને તોડીને સ્વરૂપમાં પહોંચી જાય છે. નવે તત્ત્વનું
સ્વરૂપ સમજીને તેમાંથી સારભૂત તત્ત્વને ગ્રહણ કરે છે, એ રીતે સ્વભાવને ગ્રહતો, ને
પરભાવોને પૃથક્ કરતો–કરતો તે જીવ, અંતે સર્વ પરભાવોથી ભિન્ન ને નિજ
સ્વભાવોથી પરિપૂર્ણ એવા આત્મતત્ત્વને શોધીને તેનું સમ્યક્દર્શન કરી લ્યે છે; તેના
મોક્ષના દરવાજા ખુલી જાય છે.
સ્વરૂપનું જ્ઞાન થયું....પરિણામમાં કષાય વગરની અપૂર્વ શાંતિ થઈ, પ્રથમ અપૂર્વ ક્ષણના
તે નિર્વિકલ્પ અનુભવકાળે શાંતિના વેદનમાં તે એવો લીન હતો કે ‘મને સમ્યક્ત્વ