
છે, –પણ અરિહંતદેવ સાથે સરખાવતાં તે જ્ઞાન અને રાગનું પૃથક્કરણ થઈ જાય છે,
તેમાંથી ચેતનઅંશોને તો મારા ચૈતન્યમાં સમાવીને અભેદ કરું છું, ને રાગાદિભાવોને
મારા ચૈતન્યસ્વભાવથી ભિન્ન કરું છું–આ રીતે અરિહંતના આત્માને આદર્શરૂપ રાખીને,
પોતામાં રાગથી ભિન્ન ચૈતન્યસ્વરૂપે જ ગુણ–પર્યાયોને ચેતનદ્રવ્યમાં અભેદ કરીને
અનુભવમાં લ્યે છે–કે તે ક્ષણે જ તેના મોહનો ક્ષય થઈને તે જીવ અપૂર્વ સમ્યગ્દર્શનને
પામે છે. –આ મહાવીરનો માર્ગ છે; આ જ મોક્ષનો સાચો ઉત્સવ છે.
આવી અનુભૂતિ કરીને તેની રીત બતાવે છે. તને અનુભૂતિનો અવસર મળ્યો છે, તો
હવે તું પ્રમાદ કરીને તે ગુમાવી દઈશ મા.
સ્વભાવ સાથે તેં પર્યાયને કદી અભેદ કરીને અનુભવ કર્યો નથી, તેં રાગ સાથે જ
પર્યાયને અભેદ કરીને અનુભવ કર્યો છે, એટલે રાગ વગરના સર્વજ્ઞના પણ સાચા
સ્વરૂપને તેં કદી ઓળખ્યું નથી. પણ હવે તું જૈનમાર્ગમાં આવ્યો, અરિહંતદેવનો પંથ
મહાભાગ્યથી તને મળ્યો, તો અરિહંતદેવને–મહાવીરભગવાનને ચેતનમય દ્રવ્ય–ગુણ–
પર્યાયથી ઓળખ તો ખરો...તેની ઓળખાણથી તારા દ્રવ્ય–ગુણ–પર્યાય બધુંય તને
ચેતનમય દેખાશે, ને રાગથી ભિન્ન પરમાર્થે અરિહંત જેવો જ તારો આત્મા તને
અનુભવમાં આવશે. એ સમ્યગ્દર્શન છે, તેમાં અપૂર્વ શાંતિ છે, તે ભગવાનનો માર્ગ છે,
ને તે જ આત્માનું સાચું જીવન છે.