Atmadharma magazine - Ank 379
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 53

background image
: વૈશાખ : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
અપાદાનશક્તિથી ધ્રુવપણે ટકી રહે છે. આવા ઉત્પાદ–વ્યય–
ધ્રુવસ્વરૂપી આત્મામાંથી ધર્મનો પ્રવાહ આવ્યા જ કરે છે.
૫૬. ધર્મી જાણે છે કે ષટ્કારકોથી સ્વતંત્ર પ્રભુ–એવો જે મારો આત્મા,
તેમાંથી જ હું મારા સમ્યગ્દર્શનાદિ કાર્ય લઉં છું.
૫૭. મારા ધર્મની ધ્રુવખાણ મારો આત્મા જ છે, કોઈ પરદ્રવ્ય કે રાગાદિ
તે મારા ધર્મની ખાણ નથી; માટે ધર્મનું સાધન બહાર શોધવાની
વ્યગ્રતા મને નથી.
૫૮. અપાદાનશક્તિથી આત્માની ધ્રુવતા બતાવીને આચાર્યદેવ કહે છે કે
ભાઈ, આવી અનંત શક્તિવાળા આત્મામાંથી તું ધર્મ લે; બહારમાં
ન શોધ.
૫૯. તારો આત્મા તે જ તારા ધર્મનો ધીંગધણી છે; જ્યાં એ
ચૈતન્યસ્વભાવને ધીંગધણીપણે ધાર્યો ત્યાં તેની નિર્મળદશાને કોઈ
રોકી શકે નહીં.
૬૦. ધર્મી જાણે છે કે જ્ઞાન અને સુખસ્વરૂપ એવો મારો ધ્રુવ આત્મા જ મારું
શરણ છે. બીજું કોઈ એવું નથી કે જે ધ્રુવ ટકીને મને શરણ આપે.
૬૧. નિર્મળપર્યાય થાય તેમાં કાંઈ રાગ લંબાઈને ધુ્રવપણે નથી રહેતો, પણ
ચિદાનંદસ્વભાવ જ ધ્રુવપણે રહે છે.–આવી શક્તિવાળા આત્માને
ઓળખે તો રાગનો આશ્રય છૂટીને સ્વભાવનો આશ્રય થાય.
૬૨. છ કારકોમાં છેલ્લું અધિકરણ છે; આત્મામાં સમ્યગ્દર્શન વગેરે ક્રિયા
થવાનો આધાર કોણ? કે ભગવાન આત્મા જ અધિકરણશક્તિવડે
તેનો આધાર થાય છે, બીજા કોઈ આધાર નથી.
૬૩. ભક્તિમાં નિમિત્તથી એમ કહેવાય કે હે ગુરુ! આપનો જ આધાર
છે....આપના જ આધારે અમે ધર્મ પામ્યા....આમ ધર્માત્મા પણ
કહે; છતાં અંતરમાં પોતાની અધિકરણશક્તિનું ભાન છે કે આ
મારો સ્વભાવ જ મારા ધર્મનો આધાર છે; બીજો આધાર નથી.
૬૪. ભાઈ, દેહના આધારે તો તારો ધર્મ નથી, રાગના આધારે પણ તારો
ધર્મ નથી, તારો ધર્મ તો તારા આત્મસ્વભાવના આધારે જ છે.
૬૫. સંયોગ છૂટે ત્યાં નિરાધાર થઈ ગયા–એમ ધર્મી માનતા નથી.
અમારા ધર્મનો ધ્રુવ આધાર અમારામાં જ પડ્યો છે–એવી નિઃશંક
પ્રતીત તેને વર્તે છે.