Atmadharma magazine - Ank 380
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 45

background image
: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૧ :
જુઓ, આ જ્ઞાનીની વીતરાગી ભાવના! પોતે પોતાના આત્માને બોધસ્વરૂપ
દેખે છે ને જગતના બધાય આત્માઓ પણ એવા બોધસ્વરૂપ જ છે એમ જાણે છે, તેથી
પોતાને કોઈ પ્રત્યે શત્રુ–મિત્રપણાની બુદ્ધિ રહી નથી, તેમજ બીજા મને શત્રુ–મિત્ર
માનતા હશે એવું શલ્ય રહ્યું નથી; એટલે વીતરાગી શાંતિ થાય છે.
જુઓ, આ પરમાત્મા થવા માટેની ભાવના; દેહથી ને રાગથી પાર, જેવા
પરમાત્મા છે તેવો જ હું છું–એવી ભાવના પૂર્વે કદી જીવે ભાવી નથી. ‘જ્ઞાન–આનંદનો
પિંડ પરમાત્મા હું છું’
–अप्पा सो परम अप्पा–એવી દ્રઢ ભાવનાવડે તેમાં એકત્વબુદ્ધિ
થતાં અપૂર્વ આનંદનું સ્વસંવેદન થાય છે. ‘હું મનુષ્ય છું’ ઈત્યાદિ ભાવના જેમ દ્રઢપણે
ઘૂંટાઈ ગઈ છે તેમ ‘હું મનુષ્ય નહિ પરંતુ હું તો દેહથી ભિન્ન જ્ઞાનશરીરી પરમાત્મા છું’
–એવી ભાવના દ્રઢપણે ઘૂંટાવી જોઈએ,–એવી દ્રઢભાવના થવી જોઈએ કે તેમાં જ
અભેદતા ભાસે, તેમાં જ પોતાપણું ભાસે; ને દેહાદિમાં ક્્યાંય પોતાપણું ન ભાસે;
સ્વપ્નમાં પણ એમ આવે કે હું ચિદાનંદ પરમાત્મા છું...અનંત સિદ્ધભગવંતોની સાથે હું
વસુ છું. ‘શરીર તે હું છું’ એમ સ્વપ્ને પણ ન ભાસે. આ રીતે આત્મભાવનાના દ્રઢ
સંસ્કારવડે તેમાં જ લીનતા થતાં આત્મા પોતે પરમાત્મા થઈ જાય છે. પરમાત્મસ્વરૂપની
ભાવનાનું આ ફળ છે; કેમકે– ‘જેવી ભાવના તેવું ભવન. ’
અરે, જીવ! ચૈતન્યને ચૂકીને બહારમાં શરીર, લક્ષ્મી, કુંટુંબ વગેરેને અભયસ્થાન
માનીને તેનો તું વિશ્વાસ કરી રહ્યો છે, તે તો ભયસ્થાન છે, બહારમાં તને કોઈ શરણ
નથી. અંતરમાં ચૈતન્યસ્વભાવ જ પરમ શરણ છે; તેને ભયસ્થાન માનીને તું તેનાથી દૂર
ભાગે છે પણ અરે મૂઢ! તારા આત્મા જેવું અભયસ્થાન જગતમાં કોઈ નથી.
મૂઢ જીવ વિશ્વસ્ત છે જ્યાં, તે જ ભયનું સ્થાન છે;
ભયભીત છે જે સ્થાનથી, તે તો અભયનું ધામ છે.
અરે! તારું ચૈતન્યતત્ત્વ ભયનું સ્થાન નથી, તે મૂંઝવણનું સ્થાન નથી, દુઃખનું
સ્થાન નથી; તારું ચૈતન્યતત્ત્વ અભયપદનું સ્થાન છે...શાંતિસ્વરૂપ છે...આનંદનું ધામ છે.
આવા આત્મતત્ત્વ સિવાય બહારમાં તને કોઈ પણ ચીજ શરણ નથી, તને બીજું કોઈ
નિર્ભયતાનું સ્થાન નથી. એક ચૈતન્યપદ જ અભય છે...તે જ શરણનું સ્થાન છે...માટે
નિર્ભયપણે તેમાં પ્રવર્તો...એમ ‘સ્વામી’ નો ઉપદેશ છે.
અરે, ઈન્દ્રિયવિષયો તો એકાંત ભયનું–દુઃખનું જ સ્થાન છે, ને આ અતીન્દ્રિય
ચિદાનંદસ્વરૂપ આત્મા જ અભયસ્થાન અને સુખનું ધામ છે. ચૈતન્યની સન્મુખતામાં