: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૩ :
ભાવશ્રુતવડે જ્ઞાનસ્વરૂપ આત્માને જે જાણે તે શ્રુતકેવળી
[શ્રુતપંચમી અને આપણી ભાવના]
જેઠ સુદ પ ના રોજ શ્રુતપંચમીનો મહા મંગળ દિવસ છે. સત્શ્રુતની આરાધના
વડે આત્મામાં સમ્યક્ શ્રુતજ્ઞાન પ્રગટ કરીને મોક્ષમાર્ગ પ્રગટ કરવો તે જ મંગળ છે, તે
જ સાચી જ્ઞાનઆરાધના છે.
‘શ્રુતજ્ઞાન’ કહેતાં લોકોની દ્રષ્ટિ બાહ્યમાં શાસ્ત્રના લખાણ ઉપર જાય છે;
શાસ્ત્રના લખાણના આધારે શ્રુતને ટકેલું માને છે; પરંતુ શ્રુતજ્ઞાન એ તો જ્ઞાન છે, અને
જ્ઞાન તો આત્માના આધારે છે–એમ અંતરાત્મદ્રષ્ટિ કોઈ વીરલા જ કરે છે.
* એકવાર કોઈ જિજ્ઞાસુએ ગુરુદેવને પ્રશ્ન પૂછયો–
‘ભરતક્ષેત્રમાં અત્યારે કેટલું શ્રુતજ્ઞાન વિદ્યમાન છે? ’
* ઉત્તરમાં ગંભીરતાથી ગુરુદેવે કહ્યું–ભરતક્ષેત્રમાં વિચરતા સમ્યગ્જ્ઞાની જીવોમાં
જે જીવના શ્રુતજ્ઞાનનો ઉઘાડ સર્વથી વધારે હોય તેટલું શ્રુતજ્ઞાન વિદ્યમાન છે અને
બાકીનું વિચ્છેદ છે. ભલે શાસ્ત્રમાં શબ્દો લખેલા વિદ્યમાન હોય, પરંતુ જો તેનો આશય
સમજનાર કોઈ જીવ વિદ્યમાન ન હોય તો તે વિચ્છેદરૂપ જ છે. એટલે ‘શ્રુતજ્ઞાન’
આત્માના આધારે ટકેલું છે, નહિ કે શબ્દોના આધારે.
સમ્યગ્જ્ઞાની જીવો શ્રુતની સાક્ષાત્ મૂર્તિ છે. તેવા જીવોની વાણીની ઉપાસના તે
શ્રુતની જ ઉપાસના છે. શ્રુતજ્ઞાની જીવની વાણી તે શ્રુતનું સીધું નિમિત્ત છે; તેને
તત્કાલબોધક કહી છે.
સાક્ષાત્ શ્રુતની મૂર્તિ એવા સમ્યગ્જ્ઞાની પુરુષ પાસેથી જ સત્શ્રુતની પ્રાપ્તિ થાય.
એક વખત પણ સાક્ષાત્ જ્ઞાની પાસેથી સત્ સાંભળ્યા વગર એકલા શાસ્ત્રમાંથી પોતાની
મેળે કોઈ પણ જીવ સત્ સમજી શકે નહિ. જો વર્તમાન તેવા જ્ઞાનીનો સમાગમ ન મળ્યો
હોય તો પૂર્વે કરેલા જ્ઞાનીના સમાગમના સંસ્કાર યાદ આવવા જોઈએ. પણ જ્ઞાનીનો
ઉપદેશ સાંભળ્યા વગર કોઈ પણ જીવને સમ્યગ્દર્શન થાય જ નહિ.
શ્રુતજ્ઞાનનું પ્રયોજન શુદ્ધાત્માને જાણવાનું છે; શ્રુતજ્ઞાન વડે જે જીવ પોતાના
શુદ્ધાત્માને જાણે છે તેઓને કેવળીભગવાનો ‘શ્રુતકેવળી’ કહે છે–એમ સમયસારજીમાં