Atmadharma magazine - Ank 380
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 45

background image
: ૨૪ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
કહ્યું છે; કેમકે બાર અંગ અને ચૌદ પૂર્વના જ્ઞાનનો આધાર એવો જ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મા
તેણે જાણી લીધો તેથી તે શ્રુતકેવળી છે. અમુક શાસ્ત્રોને જાણે તે શ્રુતકેવળી–એ વ્યાખ્યા
ભેદથી છે, પણ બધા જ્ઞાનનો આધાર શુદ્ધાત્મા છે, તેને જે જાણે તે શ્રુતકેવળી–એ
વ્યાખ્યા અભેદદ્રષ્ટિથી છે. એવા ‘નિશ્ચય–શ્રુતકેવળી’ આત્માઓ (એટલે કે સમ્યગ્દ્રષ્ટિ
જીવો) અત્યારે આ ભરતક્ષેત્રમાં વિરલ–વિરલ પણ જોવામાં આવે છે. ભરતક્ષેત્રના
ભવ્યજીવોને એવા વિરલા શ્રુતજ્ઞાનીઓ પાસેથી સત્શ્રુતની પ્રાપ્તિ કરવાનું સૌભાગ્ય હજી
તપી રહ્યું છે–અને હજારો વર્ષો સુધી અચ્છિન્નપણે રહેવાનું છે–વીરનાથનો માર્ગ
પંચમકાળના અંતસુધી હજી સાડાઅઢાર હજાર વર્ષો સુધી ચાલુ રહેવાનો છે.
ભલે આજે ભરતક્ષેત્રમાં બાર અંગ–ચૌદપૂર્વના જ્ઞાતા વિદ્યમાન નથી, તોપણ
બાર અંગ અને ચૌદ પૂર્વ જેના આધારે છે એવા શુદ્ધાત્માને જાણનારા શ્રુતજ્ઞાનીઓ તો
આજે પણ વિદ્યમાન છે. એ ભાવશ્રુતવડે મોક્ષમાર્ગી આજે પણ થઈ શકાય છે. બાર
અંગ ચૌદ પૂર્વના જ્ઞાતાઓને જેવું શુદ્ધાત્માનું જ્ઞાન હતું તેવું જ શુદ્ધાત્માનું જ્ઞાન આજે
પણ શ્રુતજ્ઞાનીઓને છે, અને પ્રગટ થઈ શકે છે. –સ્વાત્માના શ્રુતજ્ઞાનની અપેક્ષાએ એ
બંનેમાં કાંઈ ફેર નથી. બાર અંગ ચૌદપૂર્વના શ્રુતજ્ઞાનીઓ જેવા શુદ્ધાત્માને જાણતા
હતા, તેવા જ શુદ્ધાત્માનું જ્ઞાન આજે પણ થઈ શકે છે. માટે ભવ્યજીવો અંતરંગમાં પ્રમોદ
કરો કે આજે પણ સત્શ્રુત જયવંત વર્તે છે! મોક્ષને સાધનારું શુદ્ધાત્મઅનુભૂતિરૂપ જ્ઞાન
આજે પણ વિદ્યમાન વર્તે છે. ધન્ય કાળ!
–આ થઈ નિશ્ચય–શ્રુતની વાત. નિશ્ચયશ્રુત એટલે શ્રુતજ્ઞાનવડે શુદ્ધાત્માનું જ્ઞાન.
આ શુદ્ધાત્માનું જ્ઞાન તો પંચમકાળના છેડા સુધી અવિચ્છિન્નપણે રહેવાનું છે, તેનો
વિચ્છેદ નથી.
હવે વ્યવહાર–શ્રુતજ્ઞાન અપેક્ષાએ જોઈએ તો અત્યારે શ્રુતનો ઘણો મોટો ભાગ
વિચ્છેદ થઈ ગયો છે, અને તેનો અંશ વિદ્યમાન છે. આજ બાર અંગ ચૌદ પૂર્વના જ્ઞાતા
તો નથી પણ એક અંગના પણ પૂર્ણપણે જ્ઞાતા નથી છતાં–આજે આપણી પાસે શ્રુતનો
જે નાનકડો અંશ વિદ્યમાન છે તે સર્વજ્ઞ પરંપરાથી અવિચ્છિન્નપણે આવેલો હોવાથી
તેનું બિંદુ પણ સિંધુનું કાર્ય કરે છે. –વીતરાગી અમૃત ભલે થોડું હોય તો પણ તેના
મહાન ફળને આપે જ છે.
આજે જે પવિત્ર સત્શ્રુત વિદ્યમાન છે તેમાં ‘श्री षट्खंडागम’ સૌથી પ્રાચીન
અને સર્વજ્ઞ પરંપરાથી ચાલી આવેલા છે. આપણા સૌરાષ્ટ્ર દેશમાં ગિરનાર પર્વતની ચંદ્ર–