Atmadharma magazine - Ank 380
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 45

background image
: ૨૬ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
લાખો વાતોમાં સારભૂત એક જ વાત
જગતના દ્વંદ – ફંદ છોડીને પુણ્ય–પાપથી ભિન્ન ચિદાનંદ
આત્માને ધ્યાવો.

સમ્યગ્જ્ઞાનની આરાધનાનો સુંદર ઉપદેશ આપતાં છહઢાળાની ચોથી ઢાળમાં કહે
છે કે–
હે ભવ્યજીવો! તમે પુદ્ગલથી ભિન્ન અને પુણ્ય–પાપથી પણ ભિન્ન એવા
ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને સમ્યગ્જ્ઞાન પ્રગટ કરો. આવા જ્ઞાનપૂર્વક હે ભાઈ! તમે
પુણ્ય–પાપનાં ફળમાં હર્ષ–વિષાદ ન કરો; કેમકે તે તો પુદ્ગલની પર્યાય છે, તે ઉપજીને
નાશ થાય છે, ને ફરીને પાછી પ્રગટ થાય છે. લાખો વાતોના સારરૂપ એવી આ એક
વાત છે તેને નિશ્ચયથી અંતરમાં ધારણ કરો,–દુનિયાના બધા દંદ અને ફંદ તોડીને
અંતરમાં પોતાના આત્માને સદાય ધ્યાવો.
આત્માને જાણનારું સમ્યગ્જ્ઞાન છે તે પરમ અમૃત છે; તે સમ્યગ્જ્ઞાન પુણ્ય–
પાપથી જુદું છે. માટે કહે છે કે હે આત્માર્થીભાઈ! તમે પુણ્યના ફળમાં હરખો નહીં ને
પાપના ફળમાં વિલખો નહીં. પૂર્વે શુભાશુભ ભાવથી પુણ્ય–પાપરૂપ કર્મો બંધાયા, તેના
ફળમાં જે પુદ્ગલસંયોગ મળ્‌યા, તે કાંઈ જીવના વર્તમાન પ્રયત્નનું ફળ નથી, તેમજ તેમાં
જીવને સુખ–દુઃખ નથી; જ્ઞાનથી તે જુદા છે, માટે તેમાં હર્ષ–વિષાદ ન કરો; પણ બંનેથી
જુદા એવા જ્ઞાનનું સેવન કરીને પુણ્ય–પાપમાં સમભાવ રાખો. મિથ્યાદ્રષ્ટિ પુણ્યફળમાં
સુખ અને પાપફળમાં દુઃખ માને છે, એટલે તેમાં હર્ષ–શોક કરે છે. જ્ઞાનસ્વરૂપ આત્માને
નિત્ય ધ્યાવો. આ વાત નિશ્ચય કરીને ચોક્કસપણે અંતરમાં ધારણ કરો.
પુણ્યફળ તો બળેલા અનાજના ઊકડિયા જેવા છે; જેમ બળેલી ખીચડી તો
કાગડા–કૂતરા ખાય, માણસ ન ખાય, તેમ આત્માના ગુણ દાઝયા એટલે કે તેમાં વિકૃતિ
થઈને રાગ થયો ત્યારે પુણ્ય બંધાયા; તે રાગ કે તેનાં ફળ એ કાંઈ ધર્મીનો ખોરાક નથી;
ધર્મી તો રાગથી જુદી ચૈતન્યશાંતિને જ વેદે છે. અજ્ઞાની તે રાગમાં ને રાગના ફળમાં
સુખ માનીને તેને વેદે છે. આત્મા પોતાની શાંતિમાંથી ખસીને જ્યારે બહાર