: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૭ :
* આત્માને સમસ્ત અન્ય દ્રવ્યોથી જુદો પાડનારું *
આત્માનું સ્વરૂપ – અસ્તિત્વ કેવું છે?
શ્રી પ્રવચનસાર ગા. ૧૫૪ માં આત્માના ભિન્ન
અસ્તિત્વનું સ્વરૂપ બતાવતાં આચાર્ય દેવ કહે છે કે
પોતાના ચૈતન્યમય અસ્તિત્વમાં રહેલા એવા ઉત્પાદ–
વ્યય–ધ્રુવતા કે દ્રવ્ય–ગુણ–પર્યાય એવા ત્રિવિધ સ્વભાવને
જે જાણે છે તે જીવ અન્ય દ્રવ્યમાં મોહને પામતો નથી;
કેમકે તે પોતાના સમસ્ત દ્રવ્ય–ગુણ–પર્યાયને પોતામાં દેખે
છે, ને પરના દ્રવ્ય–ગુણ–પર્યાયને પરમાં દેખે છે, તેનો
સંબંધ પોતાની સાથે નથી–એમ તે જાણે છે, એટલે તેને
પરમાં ક્્યાંય એકત્વબુદ્ધિરૂપ મોહ થતો નથી.
જગતમાં એક પોતાનો આત્મા સ્વતત્ત્વ, અને બીજા અનંતા જીવ–અજીવ–
પરતત્ત્વો, એવા સ્વ–પરજ્ઞેયો વિદ્યમાન સત્ છે.
તેમાં આ આત્માનું અસ્તિત્વ બીજા બધાથી જુદું સ્વતંત્ર છે એમ પોતાની ચેતના
વડે જણાય છે. આત્મા ચૈતન્યસ્વરૂપ છે–એ જ તેનું સ્વરૂપ–અસ્તિત્વ છે.
તે ચૈતન્યરૂપ આત્માનું અસ્તિત્વ કેવું છે?
પોતાના ચૈતન્યરૂપ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં રહેલું છે, અથવા પોતાના
ચૈતન્યરૂપ ઉત્પાદ–વ્યય–ધ્રુવતામાં રહેલું છે; આ રીતે પોતાના ત્રિવિધસ્વભાવમાં
આત્માનું અસ્તિત્વ છે. એનાથી બહાર બીજે ક્્યાંય આત્માનું અસ્તિત્વ નથી.
જુઓ, અસ્તિત્વમાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે સમાઈ જાય છે, અથવા ઉત્પાદ–
વ્યય–ધ્રુવતા ત્રણે સમાઈ જાય છે,–પણ તે ત્રણે ચૈતન્યસ્વરૂપ છે.–આવા સ્વરૂપે પોતાના
આત્માને ઓળખવો જોઈએ.