: ૧૮ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૧
ધર્મીજીવ પોતાના સ્વરૂપને પરથી જુદું એમ વિચારે છે કે–ચેતનભાવે જે ધ્રુવ રહે
છે, તેમ જ પૂર્વ–પછીના વ્યતિરેકરૂપ જે ઉત્પાદ–વ્યય તેને જે સ્પર્શે છે–એવા ઉત્પાદ–
વ્યય–ધુ્રવ ત્રણેમાં રહેલા ચેતનસ્વરૂપે મારું અસ્તિત્વ છે. મારા દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણેયસ્વભાવો મારા અસ્તિત્વમાં સમાય છે.–આવું મારું અસ્તિત્વ, બીજા બધાયથી
અત્યંત જુદું છે.
–આમ ચૈતન્યલક્ષણવડે બીજા બધાથી પોતાના અસ્તિત્વને અત્યંત જુદું દેખનાર
જીવ, પોતાના ચૈતન્યભાવને રાગાદિ અન્યભાવોથી પણ જુદો જાણે છે. ચૈતન્યભાવને
પોતાના ઉત્પાદ–વ્યય–ધુ્રવથી કે દ્રવ્ય–ગુણ–પર્યાયથી જુદો નથી જાણતો, તે ત્રણે તો
પોતાનો સ્વભાવ જ છે–એમ તે જાણે છે.–આવા સમ્યગ્જ્ઞાન વગર આત્માને મધ્યસ્થતા,
વીતરાગતા કે પ્રશમભાવ થઈ શકે નહિ. સમ્યગ્જ્ઞાનનું ફળ તો પ્રશમની પ્રાપ્તિ છે.
ચૈતન્યમય દ્રવ્ય–ગુણ–પર્યાયમાં રહેલા, અથવા ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં રહેલા
પોતાના સ્વરૂપઅસ્તિત્વને જ ધર્મીજીવ સ્વ–પરના વિભાગની સિદ્ધિ માટે પદે–પદે
અવધારણ કરે છે. –આવા દ્રવ્યસ્વભાવને જાણતાં પરદ્રવ્યપ્રત્યેનો મોહ દૂર થઈ જાય છે
ને પ્રશાંતભાવ પ્રગટે છે.
૧. ચેતનપણાનો અન્વય જેનું લક્ષણ છે એવું દ્રવ્ય,
૨. ચેતના–વિશેષપણું જેનું લક્ષણ છે એવો ગુણ,
૩. ચેતનપણાના વ્યતિરેકો જેનું લક્ષણ છે એવી પર્યાયો,
ધર્મી જાણે છે કે,–આવા દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે સ્વરૂપમાં હું રહેલો છું, તે જ મારું
અસ્તિત્વ છે; મારા આવા સ્વભાવ વડે હું ખરેખર બીજા બધાયથી અત્યંત જુદો છું.
મારી જેમ જગતના બીજા અન્ય દ્રવ્યો પણ સૌ પોતપોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં
જ રહેલાં છે; તેમની સાથે મારે કાંઈ જ સંબંધ નથી.
તે દ્રવ્યનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવતાનો સંબંધ તેમના અસ્તિત્વ સાથે છે, મારી સાથે
નહિ.
મારા ઉત્પાદ–વ્યય–ધ્રુવતાનો સંબંધ મારા અસ્તિત્વ સાથે છે, પરની સાથે નહિ.
જુઓ, આ વસ્તુસ્વરૂપનું ભેદજ્ઞાન! આ સ્વ–પરનો સાચો વિભાગ.