Atmadharma magazine - Ank 381
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 53

background image
: ૨૦ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૧
(ર) અ ધ્ય ત્મ ર સ – ઘ લ ન
ભવિકજનોને આનંદજની વૈરાગ્ય – અનુપ્રેક્ષા
[શ્રી કાર્તિકસ્વામી રચિત બાર અનુપ્રેક્ષાનો ગુજરાતી અનુવાદ : લે : ૧]
××××××××××××××
આ વિભાગમાં નવીન સ્વાધ્યાયવડે જ્ઞાન–વૈરાગ્યની પુષ્ટિ થાય ને
અધ્યાત્મરસનું ઘોલન થાય, તેવા મૂળશાસ્ત્રનો માત્ર ગુજરાતી અનુવાદ આપીએ છીએ.
તેમાં પ્રથમ ‘પાહુડ–દોહા’નો અનુવાદ ગતાંકમાં પૂરો થયો. (ધ્યાન રહે કે, ‘પાહુડદોહા’
અને ‘અષ્ટપ્રાભૃત’ બંને રચનાઓ તદ્ન જુદી છે. અષ્ટપ્રાભૃતની મૂળ ગાથાઓનો
અનુવાદ અગાઉ આત્મધર્મ અંક ૩૨૧ થી ૩૨૪ સુધીમાં આપી ગયા છીએ.) હવે અહીં
સ્વામીકાર્તિકેયમુનિરાજ રચિત બાર વૈરાગ્ય–અનુપ્રેક્ષાઓનો અનુવાદ આપવામાં
આવશે.
આ બાર વૈરાગ્યભાવનાઓ બધાય તીર્થંકરો પણ દીક્ષાપ્રસંગે ચિંતવે છે, ને
ભવિકજનોને માટે તે આનંદજનની છે,–એના ચિંતનવડે જીવને જરૂર આનંદ થાય છે. આ
ગ્રંથમાં કુલ ૪૮૯ ગાથાઓ છે, તેમાં બાર ભાવનાઓ દ્વારા વસ્તુસ્વરૂપનું ગંભીર
પ્રતિપાદન કર્યું છે...કેવા વસ્તુસ્વરૂપના ચિંતનવડે જીવને સાચો વૈરાગ્ય હોઈ શકે તે વાત
આ શાસ્ત્ર બહુ સારી રીતે સમજાવે છે. સામાન્ય માન્યતાઅનુસાર, વર્તમાન ઉપલબ્ધ
બધાય જૈન સાહિત્યમાં આ ‘અનુપ્રેક્ષા–ગ્રંથ’ સૌથી પ્રાચીન હોવાનું મનાય છે; વિક્રમ
સંવતની પૂર્વે ૨૦૦ વર્ષ અગાઉ, એટલે કે મહાવીર ભગવાન પછી ૩૦૦–૪૦૦ વર્ષમાં જ
તેની રચના થઈ હોવાનું મનાય છે; અને ગ્રંથના વિષયોની ગંભીરતા જોતાં તે માન્યતા
પુષ્ટ થાય છે. અને તે માન્યતા સાચી હોય તો,
षट्खंडागम અને समयसार કરતાં પણ
સેંકડો વર્ષ પ્રાચીન એવો આ એક અણમુલો ગ્રંથ આજે આપણને ઉપલબ્ધ છે.
‘અધ્યાત્મ–ઝવેરી’ શ્રીમદ્રાજચંદ્રજીએ આ અધ્યાત્મરત્નને પારખી લીધું હતું;
તેના સંબંધમાં તેઓશ્રી લખે છે કે તે વૈરાગ્યનો ઉત્તમ ગ્રંથ છે. તેમાં દ્રવ્યનું સ્વરૂપ
બતાવનાર ચાર શ્લોક અદ્ભુત છે. ગઈ સાલ (વિ. સં. ૧૯૫૬ માં) જેઠ માસમાં અમે
મદ્રાસ ગયા હતાં. કાર્તિકેયસ્વામી એ ભૂમિમાં બહુ વિચર્યા છે. એ તરફના નગ્ન ઊંચા