Atmadharma magazine - Ank 381
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 53

background image
: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૧ :
અડોલવૃત્તિથી ઊભેલા પહાડ નીરખી સ્વામી કાર્તિકેયાદિની અડોલ વૈરાગ્યમય
દિગંબરવૃત્તિ યાદ આવતી હતી. તે સ્વામી–કાર્તિકેયાદિને નમસ્કાર.
આ ગ્રંથના રચનાર શ્રી કાર્તિકસ્વામી મુનિરાજ પરમવૈરાગી દિગંબરસંત છે.
કાર્તિકેયમુનિરાજ સંબંધી એક કથા ‘કથાકોષ’માં આવે છે, પરંતુ તે કથા આ જ
કાર્તિકસ્વામીની છે કે બીજા કોઈ કાર્તિકસ્વામીની?–તે સંબંધી કોઈ ચોક્કસ નિર્ણય
ઈતિહાસકારો આપતા નથી. છતાં, આટલી અનિશ્ચિતતા રાખીને પણ, આપણે તે
કાર્તિકેયસ્વામીની કથાનો ટૂંકો ઉલ્લેખ અહીં કરીશું.–
એક રાજા પોતાની ‘કાર્તિકી’ નામની યૌવનવતી પુત્રીને દેખીને મોહિત
થયો, ને તેની સાથે લગ્ન કર્યા. તેને એક પુત્ર થયો; તેનું નામ કાર્તિકેયકુમાર. તે
બાળક કાર્તિકેયે સાંભળ્‌યું કે પોતાનો જે પિતા છે, પોતાની માતાનો પણ તે જ પિતા
છે; પિતા–પુત્રીના લગ્નનો આવો અનર્થકારી પ્રસંગ દેખીને તેણે પૂછયું હે માતા!
આવું અકાર્ય કરતા પિતાને શું કોઈએ રોકયા નહિ? ત્યારે માતાએ કહ્યું–બેટા! જૈન
સાધુઓએ તેને ઘણા વાર્યા પણ તે કોઈ રીતે ન માન્યા. વિષયાંધ જીવને વીતરાગી
શિખામણ ક્્યાંથી રુચે?
કાર્તિકેયે પૂછયું–હે માતા! એ જૈનમુનિઓ કેવા હોય છે? ત્યારે માતાએ દિગંબર–
વીતરાગ મુનિવરોનું અદ્ભુત વર્ણન કર્યું; તે સાંભળીને તેના બહુમાનપૂર્વક તે
કાર્તિકેયકુમાર પણ સંસારથી વિરક્ત થઈને જૈનસાધુ થયા.–સંભવ છે કે તેમનું જીવન
આવી વૈરાગ્યઘટનાથી ભરેલું હોવાથી, તેમને આ વૈરાગ્યની અનુપ્રેક્ષા રચવાની વિશેષ
સ્ફુરણા જાગી હોય! (પછી તો તેમની બહેન એકવાર તે મુનિરાજને વંદન કરતી હોય
છે, ત્યારે તેનો સ્વામી (રાજા) તે દેખીને શંકિત થાય છે ને મુનિરાજ ઉપર ઘોર ઉપસર્ગ
કરે છે. મુનિરાજ સમાધિપૂર્વક પ્રાણ છોડે છે. આ પ્રસંગ ઉપરથી ભાઈ–બીજની પ્રસિદ્ધિ
હોવાનું કેટલાક કથાકારો કહે છે.) આવા કાર્તિકેયસ્વામીની આ વૈરાગ્યરસઝરતી રચના
ભવિકજનોને આનંદ પમાડશે.
(સં.)
ભવિકજન–આનંદજનની બાર વૈરાગ્યઅનુપ્રેક્ષા
(૧) ત્રણ ભુવનના તિલક તેમજ ત્રણ ભુવનના ઈન્દ્રો દ્વારા પૂજ્ય એવા દેવને વંદન
કરીને, હું ભવ્યજીવોને આનંદની જનની એવી અનુપ્રેક્ષાઓ કહું છું (અહીં ‘દેવ
તરીકે પંચપરમેષ્ઠી ભગવંતોને વંદન કર્યા છે.)