: ૨૨ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૧
(ર–૩) હે ભવ્ય જીવો! ૧–અધુ્રવ, ૨–અશરણ, ૩–સંસાર, ૪–એકત્વ, ૫–અન્યત્વ, ૬–
અશુચિત્વ, ૭–આસ્રવ, ૮–સંવર, ૯–નિર્જરા, ૧૦–લોક, ૧૧–દુર્લભ, ૧૨–ધર્મ,
એમ બાર પ્રકારની અનુપ્રેક્ષા શ્રી જિનદેવે કહી છે; તેને જાણીને મન–વચન–
કાયાની શુદ્ધિપૂર્વક, (હવે કહેશે તે પ્રમાણે) નિરંતર ભાવો.
[બાર ભાવનાનો ટૂંકો અર્થ: ૧–અધુ્રવ તો અનિત્યને કહે છે; ૨–જેમાં શરણ નથી
તે અશરણ છે; ૩–ભ્રમણ તે સંસાર છે; ૪–જ્યાં બીજું નથી તે એકત્વ છે; ૫–સર્વથી
જુદાપણું તે અન્યત્વ છે; ૬–મલિનતા તે અશુચિત્વ છે; ૭–જે કર્મનું આવવું તે આસ્રવ
છે; ૮–કર્મનું આગમન અટકી જવું તે સંવર છે; ૯–કર્મનું ઝરી જવું તે નિર્જરા છે; ૧૦–
જેમાં છ દ્રવ્ય દેખાય તે લોક છે; ૧૧–જે અતિ કઠિનતાથી પામીએ તે દુર્લભ છે; અને
૧૨–સંસારમાંથી જે ઉદ્ધાર કરે તે વસ્તુસ્વરૂપાદિક ધર્મ છે. આવી બાર અનુપ્રેક્ષાઓનું
વર્ણન હવે અનુક્રમે કરે છે; વૈરાગ્યપૂર્વક તેનું ચિંતન ભવ્યજીવોને આનંદ ઉપજાવે છે.
માટે તેનું સ્વરૂપ જાણીને નિરંતર તે ભાવો.)
[૧] અધુ્રવ અનુપ્રેક્ષા
[આમાં ૧૯ ગાથાઓ (૪ થી ૨૨) દ્વારા ભવ–તન–ભોગ ઈત્યાદિ સમસ્ત
સંયોગોનું ક્ષણભંગુરપણું બતાવીને તેમાં રાગ–દ્વેષ છોડવાનું સમજાવ્યું છે.]
(૪) જે કાંઈ ઉત્પન્ન થયું છે તેનો નિયમથી નાશ થાય છે. પરિણામસ્વરૂપે કંઈ પણ
શાશ્વત નથી.
(પ) હે ભવ્ય! આ જન્મ છે તે તો મરણસહિત છે, યૌવન છે તે વૃદ્ધાવસ્થાસહિત છે,
અને લક્ષ્મી પણ વિનાશસહિત છે.–આ રીતે બધી વસ્તુને તું ક્ષણભંગુર જાણ.
(૬) જેમ નવીન મેઘનાં વાદળાં ઉદય પામીને તુરત જ વીખાઈ જાય છે, તે જ પ્રમાણે
આ સંસારવિષે પરિવાર, બંધુવર્ગ, પુત્ર, સ્ત્રી, ભલા મિત્રો, શરીરની સુંદરતા,
ગૃહ અને ગોધન ઈત્યાદિ સમસ્ત વસ્તુઓ અસ્થિર છે. (એ સર્વે વસ્તુઓને
અસ્થિર જાણીને તેના સંયોગ–વિયોગમાં હર્ષ–વિષાદ કરવો નહિ.)
(૭) આ જગતમાં ઈન્દ્રિયવિષયો છે તે ઈન્દ્રધનુષ તથા વીજળીના ઝબકારા સમાન
ચંચળ છે,–પહેલાંં દેખાઈને પછી તરત વિલય પામી જાય છે; તેમજ ભલા સેવકો,
બંધુવર્ગ, ઉત્તમ ઘોડા હાથી તથા રથ વગેરે પણ એવા જ છે; બધી વસ્તુઓ એ
જ પ્રમાણે ક્ષણિક છે, જોતજોતામાં નાશ પામી જાય છે.
(૮) જેમ માર્ગમાં પથિકજનોનો સંયોગ ક્ષણમાત્ર છે તેમ આ સંસારમાં બંધુજનોનો