: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૩ :
સંયોગ પણ અધુ્રવ છે.
(૯) દેખો, સ્નાન તથા સુગંધી વસ્તુઓથી, તેમજ અનેક પ્રકારનાં વિવિધ ભક્ષ્યોવડે
ઘણું લાલનપાલન કરવા છતાં પણ, આ દેહ તો પાણીથી ભરલા કાચા ઘડાની
જેમ ક્ષણમાત્રમાં વીખેરાઈ જાય છે. (–આવા અનિત્ય શરીરમાં આત્મબુદ્ધિ
કરવી તે મહા ભૂલ છે.)
(૧૦) અરે, પુણ્યવંત એવા ચક્રવર્તીને પણ જે લક્ષ્મી શાશ્વત નથી રહેતી, તોપછી
પુણ્યહીન એવા જનોની સાથે તો તે રાગ કેમ બાંધે?–ન જ બાંધે.
(૧૧) આ લક્ષ્મી સંપદા કુળવાન, ધૈર્યવાન, પંડિત, સુભટ, પૂજ્ય, ધર્માત્મા, રૂપવાન
સજ્જન કે મહાન પરાક્રમી વગેરે કોઈ પુરુષને વિષે રાચતી નથી. (લક્ષ્મી
કોઈની રાખી રહેતી નથી, ક્ષણમાં ચાલી જાય છે.)
(૧ર) આ લક્ષ્મી પાણીના તરંગ જેવી ચંચળ છે, તે બે–ત્રણ દિવસ જ રહેનારી છે,–
ત્યાં સુધીમાં દયાપ્રધાન થઈને દાનાદિમાં દઈને તેનો ઉપભોગ કરી લ્યો.
(૧૩) જે પુરુષ લક્ષ્મીને માત્ર સંઘર્યા જ કરે છે, પરંતુ નથી તો પાત્રદાનમાં વાપરતો, કે
નથી ભોગવતો, તે પોતાના આત્માને ઠગે છે, અને તેનું મનુષ્યપણું નિષ્ફળ છે.
(૧૪) જે મનુષ્ય લક્ષ્મીનો સંચય કરીને તેને પૃથ્વીના ઊંડા ખાડામાં દાટે છે તે મનુષ્ય તે
લક્ષ્મીને પત્થર સમાન કરે છે. (પત્થરની જેમ તેની લક્ષ્મી પણ નિરૂપયોગી છે.)
(૧પ) જે પુરુષ લક્ષ્મીનો નિરંતર સંચય કરે છે, નથી તો દાનમાં દેતો કે ભોગવતો પણ
નથી, તે પુરુષની પોતાની લક્ષ્મી પણ પારકા પુરુષની લક્ષ્મી સમાન છે. (તે તો
તેનો માત્ર રખોપિયા જેવો છો.
(૧૬) જે મનુષ્ય લક્ષ્મીમાં આસક્ત ચિત્તવાળો વર્તતો થકો, પોતે અનેક કષ્ટ સહન કરે
છે–તે મૂઢઆત્મા રાજાનું તથા કુટુંબીજનોનું જ કાર્ય સાધે છે. (તેની લક્ષ્મી
પોતાને કામ નહિ આવે, પણ રાજસરકાર અથવા તો કુટુંબીજનો તે લઈ લેશે.)
(૧૭–૧૮) જે પુરુષ અનેક પ્રકારની બુદ્ધિવડે લક્ષ્મીને વધાર્યા જ કરે છે, તેમાં સંતોષ
પામતો નથી ને તેને માટે શસ્ત્ર–વેપાર–ખેતી વગેરે સર્વ પ્રકારનો આરંભ કરે છે,
દિવસ–રાત તેનું જ ચિન્તન કરે છે, વખતસર ભોજન પણ કરતો નથી અને
ચિંતામાં લીન થઈને રાત્રે સૂતો પણ નથી, તે પુરુષ લક્ષ્મીરૂપી તરુણીમાં મોહિત
થઈને તેનું દાસપણું કરે છે.
(૧૯) પુણ્યોદયથી વૃદ્ધિગત થઈ રહેલી લક્ષ્મીને જે પુરુષ નિરંતર ધર્મકાર્યમાં વાપરે છે
તે પુરુષ પંડિતો વડે પ્રશંસનીય છે; અને તેની જ લક્ષ્મી સફળ છે.