: ૨૪ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૧
(ર૦) એ પ્રમાણે લક્ષ્મીનું અધુ્રવપણું જાણીને જે પુરુષ, લોકમાં ધનરહિત પરંતુ
ધર્મસહિત એવા લોકોને બદલાની આશા વગર નિરપેક્ષભાવે દાન કરે છે તેનું
જીવન સફળ છે.
(ર૧) ધન યૌવન તથા જીવનને પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર દેખતો હોવા
છતાં, અત્યંત બળવાન મોહના પ્રભાવને લીધે જીવ તેને નિત્ય માને છે.
(રર) હે ભવ્ય! સમસ્ત વિષયો ક્ષણભંગુર છે–એમ સાંભળીને, તું મહા મોહને છોડીને
તારા મનને વિષયરહિત કર, જેથી તું ઉત્તમ સુખને પામીશ.
દ્રવ્યદ્રષ્ટિમાં વસ્તુ સ્થિર, પર્જય અસ્થિર જાણ;
ઉપજત–વિનશત દેખીને, ખેદ–હર્ષ નહિ આણ.
[પહેલી અધુ્રવ–અનુપ્રેક્ષા સમાપ્ત] (ચાલુ)
લક્ષ્મી–શરીર સુખદુઃખ અથવા શત્રુ–મિત્ર જનો અરે!
જીવને નથી કંઈ ધુ્રવ, ધુ્રવ ઉપયોગ–આત્મક જીવ છે.
–શ્રી કુંદકુંદસ્વામી
ધર્મ
સ્વભાવધર્મની સાધનામાં સર્વે ગુણો સમાય છે.
ધર્મપ્રાપ્તિનો પ્રમોદ એ જ સાચું વાત્સલ્ય.
ધર્મનો ઉગ્ર ઉદ્યમ એ જ સાચું ઉદ્યોતન.
ધર્મપરિણતિનો સ્વસન્મુખ વેગ એ જ સાચો સંવેગ.
ધર્મનું રાગથી ભિન્નપણું એ જ સાચો નિર્વેગ.
ધર્મદ્વારા આત્મગુણોની રક્ષા એ જ સાચી અનુકંપા.
ધર્મમાં આત્માનું સંવેદન એજ પરમ આસ્તિકતા.
ધર્મરૂપ નિર્દોષ પરિણતિ એ જ પરમ નિઃશંકતા.
ધર્મદ્વારા સ્વતત્ત્વમાં પ્રવેશ–એ જ સાચી નિર્ભયતા.
ધર્મદ્વારા આત્મગુણોનો વિકાસ એ જ સાચી પ્રભાવના.
ધર્મદ્વારા સ્વતત્ત્વમાં સ્થિતિ એ જ સ્થિતિકરણ.
ધર્મરૂપ વીતરાગ પરિણતિ એ જ ઉત્તમ ક્ષમા.
હે જીવ! આવા સ્વધર્મને તું ઉત્સાહથી આરાધ.