Atmadharma magazine - Ank 381
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 53

background image
: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૫ :
વિદ્વાનોનું મુખ્ય કાર્ય એ છે કે –
આગમના રહસ્યનું ઉદ્ઘાટન કરીને સમાજની સામે રાખવું
विद्वान केवल समाजके मुख नहीं है। वे आगमके रहस्योद्घाटनके
जिम्मेदार हैं। अतः उन्हें हमारे अमुक वक्तव्यसे समाजमें कैसी प्रतिक्रिया होती है,
वह अनुकूल होती है या प्रतिकूल, यह लक्षमें रखना जरुरी नहीं है। यदि उन्हें
किसी प्रकारका भय हो भी तो सबसे बडा भय आगमका होना चाहिए। विद्वानोंका
प्रमुख कार्य जिनागमकी सेवा है और वह तभी संभव है जब वे समाजके भयसे
मुक्त होकर सिद्धांतके रहस्यको उसके सामने रख सकें। कार्य बडा है। इस
कालमें इसका उनके ऊपर उत्तरदायित्व है, इसलिए उन्हें यह कार्य सब
प्रकारकी मोह–ममताको छोड़कर करना ही चाहिए। समाजका संधारण करना
उनका मुख्य कार्य नहीं है, यदि वे दोनों प्रकारके कार्यों का यथास्थान निर्वाह
कर सकें तो उत्तम है। पर समाजके संधारणके लिये आगमको गौण करना उत्तम
नहीं है। हमें भरोसा है कि विद्वान इस निवेदनको अपने हृदयमें स्थान देंगे और
ऐसा मार्ग स्वीकार करेंगे जिससे उनके सद्प्रयत्नस्वरूप आगमका रहस्य
विशदताके साथ प्रकाशमें आवे।” (पंडित जगन्मोहनलालजी शास्त्री, कटनी)
વિદ્વાનોનું મુખ્ય કાર્ય બતાવતું પંડિતજીનું આ કથન ગુરુદેવ ઘણીવાર પ્રવચનમાં
યાદ કરે છે: “વિદ્વાનો એ માત્ર સમાજની વાત કરવાનું મોઢું જ નથી; તેઓ તો આગમનું
રહસ્ય ખોલવા માટે જવાબદાર છે. એટલે, તેમણે એવું લક્ષ રાખવું જરૂરી નથી કે અમારા
અમુક કથનથી સમાજમાં કેવી અસર થશે!–અનુકૂળ થશે કે પ્રતિકૂળ? હા, જો તેઓએ કંઈ
પણ બીક રાખવા જેવું હોય તો સૌથી મોટો ભય આગમનો હોવો જોઈએ–કે આગમવિરુદ્ધ
કંઈ કથન ન થઈ જાય. વિદ્વાનોનું મુખ્યકાર્ય જિનાગમની સેવા છે, અને તે ત્યારે જ બની
શકે કે જ્યારે તેઓ સમાજના ભયથી મુક્ત થઈને સિદ્ધાંતનું રહસ્ય તેની સામે રાખી શકે.
કામ તો મોટું છે; અને આ કાળમાં તેની જવાબદારી વિદ્વાનો ઉપર છે, માટે તેઓએ બધા
પ્રકારની મોહમમતા છોડીને આ કામ કરવું જ જોઈએ. સમાજની દેખભાળ કરવી એ કાંઈ
વિદ્વાનોનું મુખ્ય કામ નથી. જો તેઓ બંને પ્રકારના કાર્યોનો યથાસ્થાન નિર્વાહ કરી શકે તો
તે ઉત્તમ છે; પણ સમાજની દેખભાળ માટે, કે સમાજના રંજન માટે, આગમને ગૌણ કરવા
તે વ્યાજબી નથી. અમને વિશ્વાસ છે કે વિદ્વાનો આ નિવેદનને પોતાના હૃદયમાં સ્થાન દેશે,
અને એવો માર્ગ અંગીકાર કરશે કે જેથી તેમના સદ્પ્રયત્નના ફળરૂપે આગમનું રહસ્ય
વધારે સ્પષ્ટતાથી પ્રસિદ્ધિમાં આવે.”