Atmadharma magazine - Ank 381
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 53

background image
: ૨૬ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૧
• શ્રી અર્જિકામાતાજીની
સાથે મહાન લાભ •
ભગવાનમહાવીરના અઢીહજાર વર્ષીય–નિર્વાણમહોત્સવના
હર્ષોપલક્ષમાં રજુ કરેલ નિબંધ–યોજનામાં ૬૭ ભાઈ–બેનોએ ઉત્સાહથી
ભાગ લીધો છે, તેમનાં નામ ધન્યવાદ સાથે આ અંકમાં આપ્યા છે. તેમાં
અર્જિકામાતાજી સાથે રહીને તેમની સેવા અને તત્ત્વચર્ચાનો લાભ મુમુક્ષુ
બ્હેનો કઈ રીતે લ્યે છે–તે સંબંધી ભાવભીના નિબંધો ૩૮ બહેનોએ
લખી મોકલ્યા છે; અને ‘મુનિવરોની સાથે’ ના સત્સંગના લેખો ૨૯
ભાઈઓએ લખી મોકલ્યા છે; તેમાંથી કોઈ કોઈ નિબંધ અહીં
સંશોધનપૂર્વક આપતા રહેશું, તે અનુસાર બે મુમુક્ષુ બહેનોના સંયુક્ત
લેખો અહીં આપ્યા છે.
એક વાત ધ્યાનમાં રાખવી કે આ નિબંધો ભાવનારૂપ છે, એટલે
કે ભાવનાના બળે આપણે હજારો વર્ષના કાળના અંતરને ઓળંગીને
સતી ચંદના–સીતા કે બ્રાહ્મી–સુંદરી–અર્જિકા માતાઓ, કે કુંદકુંદ–ધરસેન
વગેરે મુનિભગવંતો જાણે અત્યારે જ વિચરતા હોય ને આપણે તેમનો
સીધો સત્સંગ કરતા હોઈએ–એવી કલ્પનાથી આ લેખોનું સંકલન છે;
અને તેમાં સંતજનોના સહવાસની ભાવનાથી જ્ઞાન–વૈરાગ્યની પુષ્ટિનો
લાભ થાય છે. (–સં.)
ભગવાન મહાવીરના સમવસરણની સાથે વિહાર કરતાં કરતાં ૩૬૦૦૦
આર્યિકાસંઘના શિરોમણી મહાસતી ચંદનામાતાજી એકવાર અમારી નગરીમાં પધાર્યા...
ચારેકોર આનંદ આનંદ છવાઈ ગયો. પરમ ધીર–ગંભીર–વૈરાગી એ માતાજીની મુદ્રા
અધ્યાત્મતેજથી ચમકી રહી હતી. મહાભાગ્યે આજે માતાજીનું આહારદાન પણ અમારા
આંગણે થયું ને અમને ભક્તિનો મહાન લાભ મળ્‌યો. આહારદાન પછી હું અને મારી
મુમુક્ષુસખીઓ માતાજીની સાથેસાથે તેમના સંઘમાં ગઈ. અહા, આવા માતાજીનો સંગ
છોડવો કેમ ગમે? એ તો જીવનનો આનંદકારી પ્રસંગ છે. ભોજન પછી બપોરના સમયે
અર્જિકા–ચંદનામાતાજી સામાયિક કરતા હતા; તેઓ તો ચૈતન્યનું ધ્યાન કરતા કરતા
નિર્વિકલ્પ–સમરસ પીતા હતા. એમની નિર્વિકલ્પ ધ્યાનમુદ્રા અમને બહુ જ ગમતી. ને
અમને પણ ચૈતન્યનો અનેરો મહિમા