: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૭ :
જગાડતી હતી. દેખાદેખીથી અમે પણ તેમની જેમ ધ્યાન ધરીને સામાયિક કરવા બેસી
ગયા. અહા, ચૈતન્યના મહિમાનું ચિંતન કરતાં કોઈ અનેરી શાંતિ જાગતી હતી.
વીતરાગતાનું કોઈ અનેરું વાતાવરણ ત્યાં છવાઈ ગયું હતું.
માતાજીએ જ્યારે
ધ્યાન પૂરું કર્યું ત્યારે અમે
‘નમોસ્તુ–નમોસ્તુ’ કહીને
માતાજીના ચરણોમાં વંદન
કર્યા...અને માતાજીએ
અમારા ઉપર અમીદ્રષ્ટિ
કરીને અમને ધર્મના
આશીર્વાદ આપ્યા. પછી
વિનયથી જિજ્ઞાસાપૂર્વક મેં
પૂછયું: અહો માતાજી!
આપના દર્શનથી મહાન
આનંદ થાય છે. હે માતા!
એ જાણવાની જિજ્ઞાસા થાય છે કે આવું મોંઘું મનુષ્યપણું ને આવો ઉત્તમ જૈનધર્મ
પામીને, હવે અમારે અમારા જીવનને સફળ બનાવવા શું કરવું? તે આપ કૃપા કરીને
સમજાવો.
અત્યંત પ્રસન્નતાપૂર્વક માતાજીએ કહ્યું: બહેન, સાંભળ! તારી જિજ્ઞાસા સારી
છે. આવું મનુષ્યપણું અને આવો જૈનધર્મ પામીને સંસારની ચારેય ગતિનો થાક
ઉતારવાનો છે ને મોક્ષસુખને સાધવાનું છે. આત્મા અનાદિકાળથી નિજસ્વરૂપને ભૂલીને
ચારેય ગતિના આંટા કરી કરીને દુઃખી થઈ રહ્યો છે, હવે તે ભવભ્રમણના ફેરા
ટાળવાનો આ સુઅવસર છે; તો એવું કરવું જોઈએ કે હવે આ ભવભ્રમણના ફેરા અટકે
ને આત્માને શાંતિ થાય.
મુમુક્ષુબેન:–માતા, આ ભવના ફેરા કેમ મટે?
માતાજી:–બહેન, તે માટે પહેલાંં આત્માને ઓળખવો જોઈએ.
મુમુક્ષુબેન:–હે માતા! આત્માનું સ્વરૂપ કેવું છે? તે સમજાવો.
માતાજી:–જો બહેન, દેહથી જુદો આ આત્મા જ્ઞાનસ્વરૂપી છે, તે આંખથી દેખાય
તેવો નથી, તે તો જ્ઞાનરૂપી નેત્રથી દેખાય તેવો છે. તે અરૂપી, પોતાના ગુણ–
પર્યાયોસહિત, વીતરાગસ્વભાવી, સત્–ચિત્ત–આનંદસ્વરૂપ છે; તેના સ્વભાવમાં
પરમાત્મપણું ભર્યું છે.