: ૩૦ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૧
ભવ્યજીવ ભવિષ્યમાં ચોક્કસ નિર્વાણને પામે છે.’–માટે આત્માના ઉત્સાહ અને પ્રેમપૂર્વક
તેના શ્રદ્ધા–જ્ઞાન–અનુભવનો પ્રયત્ન કરવો; તેથી જરૂર કલ્યાણ થશે.
(વિશેષ માટે જુઓ પાનું ૩૪)
* * * * * *
જૈનમાર્ગ
(રાત્રિચર્ચામાં ગુરુદેવે કહેલ જૈનમાર્ગનો મહિમા: જેઠમાસ)
જૈનમાર્ગમાં ભગવાન સર્વજ્ઞદેવે દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–
ભાવસ્વરૂપ જેવો આત્મા જોયો છે તેવા આત્માને જાણ્યે જ
આત્માનો અનુભવ અને નિર્વિકલ્પ શાંતિ થાય. પણ દ્રવ્ય–ક્ષેત્ર–
કાળ–ભાવસ્વરૂપ આત્મવસ્તુને જાણ્યા વગર, બીજી રીતે જેઓ
માનતા હોય તેમને ન તો આત્મઅનુભવ હોય, ન દ્રવ્યદ્રષ્ટિ હોય,
કે ન નિર્વિકલ્પ ધ્યાન હોય.
આત્મા એક સ્વતંત્ર ચેતનદ્રવ્ય, અસંખ્યપ્રદેશી તેનું
સ્વક્ષેત્ર, તેની પરિણતિ તે તેનો સ્વકાળ, ને અનંત ગુણોસ્વરૂપ
તેનો સ્વભાવ–આવા સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવરૂપ આત્મવસ્તુ છે
તે જ સત્ છે, ને એવી સત્ વસ્તુને જાણીને તેના ધ્યાનથી જ
નિર્વિકલ્પશાંતિ કે દ્રવ્યદ્રષ્ટિ થાય છે; સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવમાંથી
એક પણ બોલને કાઢી નાંખે કે વિપરીત માને એને જૈનમાર્ગની
ખબર નથી. એવા જીવોનો ઉપદેશ તે સાચો ઉપદેશ નથી.
સ્વદ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ, અથવા સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–
ભાવરૂપ વસ્તુનું અસ્તિત્વ તે મૂળભૂત સત્ છે. સ્વથી અસ્તિપણું
ને પરથી નાસ્તિપણું–એવા અનેકાંતસ્વરૂપ જૈનમાર્ગને જાણવાથી
જ સાચું જ્ઞાન, સાચી દ્રષ્ટિ ને નિર્વિકલ્પઅનુભૂતિ થાય છે.
લોકોમાં તો કુગુરુઓ અધ્યાત્મઉપદેશના નામે વિપરીત પ્રરૂપણા
કરીને લોકોને છેતરી રહ્યા છે; પણ જૈનમાર્ગ અનુસાર વસ્તુસ્વરૂપ
( સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ)ની પરીક્ષા કરીને જિજ્ઞાસુજીવો સત્–
અસત્નો બરાબર વિવેક કરે છે, ને જૈનસિદ્ધાંત અનુસાર
આત્માનું યથાર્થ સ્વરૂપ જાણીને તેને સાધે છે.