: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૩૭ :
હાથ મૂકીને આશીર્વાદ આપ્યા...માતાજીના સ્પર્શે અમારો આત્મા ચૈતન્યભાવથી
ઝણઝણી ઊઠ્યો.
* * *
[અમૃત જેવી મીઠી વાણી વડે ઉપદેશ આપીને, તથા મંગલ આશીર્વાદ
આપીને ચંદના–માતાજીએ મારા આત્માને કલ્યાણની અપૂર્વ પ્રેરણા આપી; ને
બીજા દિવસે તેમનો સંઘ વિહાર કરી ગયો....પછી શું બન્યું? તે સાંભળો]
અર્જિકામાતાજીના સંગથી મારો આત્મા જાગી ગયો ને અનેરા ઉમંગથી
અધ્યાત્મરસથી ભીંજાઈ ગયો. સંસારથી વિરક્ત થયેલા મારા ચિત્તને હવે ક્્યાંય ચેન
પડતું નથી, એ તો બસ, એક ચૈતન્યને જ ઝંખે છે, ને તે માટે અર્જિકામાતાના સંગમાં જ
રહેવા ચાહે છે. માતાજી તો એક જ દિવસના સંગમાં મને જગાડીને આત્માની અપૂર્વ
પ્રેરણા આપી ગયા...ને બીજે વિહાર કરી ગયા.
બીજે દિવસે જ્યારે હું જિનમંદિરે ગઈ ને શાસ્ત્રસ્વાધ્યાય કરતી હતી ત્યારે પણ
મારા હૃદયમાં અર્જિકા માતાજીએ રેડેલા અનુભૂતિના તરંગો જ ઘોળાતા હતા...હું
અનુભૂતિના ઊંડા ઊંડા મથનમાં ઊતરતી જતી હતી. એવામાં મારી ધર્મસખી આવી
પહોંચી, ને મને જોતાંવેંત કહ્યું–દીદી! આજ તું કોઈ ગંભીર વૈરાગ્યથી ઊંડા વિચારમાં
લાગે છે, તારા મુખ પર આજ કોઈ અનેરી પ્રસન્નતાની ઝલક દેખાય છે. તો જરૂર કોઈ
આનંદકારી પ્રસંગ બન્યો છે.–શું બન્યું છે! તે કહે.
મુમુક્ષુબેન:–સખી, તારી વાત સાચી છે. કાલે સંઘમાં પરમ વૈરાગી અર્જિકા
માતાજીનો સત્સંગ થયો; માતાજીની ઊંડી અનુભૂતિની ગંભીર છાયા તેમની મુદ્રા ઉપર
પણ ઝળકી રહી હતી. માતાજીએ મહાન કૃપા કરીને મને અનુભૂતિના રહસ્યો
સમજાવ્યા. બસ, ત્યારથી અનુભૂતિ સિવાય બીજે ક્્યાંય મને ચેન પડતું નથી.
સખી:–વાહ બહેન! તારી વાત સાંભળીને મને પણ અપાર આનંદ થાય છે. બેન,
અનુભૂતિના ઉદ્યમમાં હું પણ તારી સાથે જ છું. માતાજી સાથે શું ચર્ચા થઈ! તે મને કહે.
સાંભળ બેન! માતાજીના સંગમાં તો અપૂર્વ લાભ મળ્યો; માતાજીને આહારદાન
દીધું, માતાજીની પરમ શાંત ધ્યાનદશા દેખી...અહા! શી નિર્વિકલ્પ મુદ્રા!–એ તો
ચૈતન્યની સ્ફુરણા જગાડતી હતી. પછી માતાજીએ આશીર્વાદ આપ્યા, ને
મનુષ્યઅવતારની સાર્થકતા કેમ કરવી તે બતાવ્યું; આત્માનો અનેરો મહિમા સમજાવીને
સમ્યગ્દર્શનની રીત