: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
* આકાશદ્રવ્ય–સર્વવ્યાપક, જેની અનંતતાનો ક્્યાંય પાર નહિ, તેનો સ્વીકાર જે જ્ઞાન
કરે તે જ્ઞાનમાં આત્માના અનંત સર્વજ્ઞસ્વભાવનો સ્વીકાર હોય જ. સર્વજ્ઞસ્વભાવની
સન્મુખ થઈને તેના સ્વીકાર વગર અનંતઆકાશનો સ્વીકાર થઈ શકતો નથી.
* એ જ રીતે અત્યંત સૂક્ષ્મ એવું એકપ્રદેશી કાળદ્રવ્ય, ને તેની પર્યાયરૂપ એક
સમય,–તેને પણ સર્વજ્ઞ જ પ્રત્યક્ષ જાણે છે, એટલે સર્વજ્ઞસ્વભાવના સ્વીકાર
વગર તે સૂક્ષ્મ દ્રવ્યોનો સ્વીકાર પણ થઈ શકતો નથી.
* છએ દ્રવ્યોનો સ્વભાવ અતીન્દ્રિયજ્ઞાનનો વિષય છે. જે જ્ઞાન સ્વસંવેદનવડે
અતીન્દ્રિય થયું, આનંદરૂપ થયું, સમ્યક્ત્વસહિત થયું, તે જ જ્ઞાન જ્ઞેયપદાર્થોને
યથાર્થ જાણી શકે છે. તે જ્ઞાનનું અપાર માહાત્મ્ય છે. પદાર્થોના ગંભીર સ્વભાવને
જ્ઞાન વગર કોણ જાણે? તે જ્ઞાન પોતે પણ અનંતગુણના સ્વાદથી ગંભીર છે.
* આકાશના એક જ પ્રદેશમાં અનંતા પુદ્ગલ–પરમાણુઓ રહે છતાં તે પ્રદેશના
અનંત ભાગ નથી પડતા.
કાળના એક જ સમયમાં, એક જીવ કે પરમાણુ અનેક પ્રદેશોને ઓળંગી
જાય–તેથી કાંઈ તે સમયના અનેક ભાગ પડતા નથી. એક પરમાણુ એક જ સમયમાં
પાંચ પ્રદેશોને ઓળંગે છતાં સમયના પાંચ ભાગ નથી પડતા. –એ તો પરમાણુનો જ
એવો વિશિષ્ટ ગતિસ્વભાવ છે. જીવ મોક્ષ પામે ત્યારે એક સમયમાં અહીંથી લોકાગ્રે
પહોંચી જાય–એવો તેનો કોઈ ગતિસ્વભાવ છે, પણ તેથી કાંઈ ‘સમય’ના અસંખ્ય
ભાગ કલ્પી શકાતા નથી. અહો, વસ્તુના સ્વભાવો એવા છે કે વિકલ્પો તેનો પાર
નથી પામી શકતા. વીતરાગી જ્ઞાન જ તેનો પાર પામે એવી તાકાતવાળું છે. જ્યાં
ગંભીર સ્વભાવ નક્કી કરવા જાય ત્યાં જ્ઞાન નિર્વિકલ્પ થઈ જાય છે.
* સર્વજ્ઞતાની એકપર્યાયમાં અનંતાનંત સામર્થ્ય છે. આકાશની અનંતતા પણ જેની
પાસે સાવ નાની લાગે છે, આકાશની અનંતતા વડે પણ જેની અનંતતાનું માપ
થઈ શકતું નથી,–એવી ગંભીરતા જ્ઞાનસ્વભાવમાં ભરી છે, ને ‘આવો
જ્ઞાનસ્વભાવ હું છું’ એમ ઓળખતાં જ જ્ઞાન નિર્વિકલ્પ થઈ જાય છે, અતીન્દ્રિય
આનંદના વેદનની છાપ તેને લાગી જાય છે; જ્ઞેયોને જાણવા છતાં તે પોતાના
ચૈતન્યના પ્રશમરસમાં મગ્ન રહે છે.
* અહા, એવો જ્ઞાનસ્વભાવ–એ પણ એક જ્ઞેય છે; ને બીજા અનંતા જ્ઞેયતત્ત્વો છે.
આવા સ્વ–પર જ્ઞેયસ્વભાવો તેને જાણતાં તેમાં ક્્યાંય રાગ–દ્વેષ નથી રહેતા પણ
પ્રશમભાવ જ પુષ્ટ થાય છે. વાહ રે વાહ! વીતરાગી