Atmadharma magazine - Ank 381
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 53

background image
: ૪ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૧
જિનશાસન! તારી બલિહારી છે, સર્વજ્ઞભગવંતોના માર્ગની શી વાત! આવો માર્ગ
દિગંબર સંતોએ ટકાવી રાખ્યો છે, ને જગતના જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે.
* અરે જીવ! તારા જ્ઞાનનું સ્વરૂપ અને સામર્થ્ય તો જો! એ જ્ઞાનમાં ક્્યાંય રાગ–
દ્વેષ–વિકલ્પો સમાય તેમ નથી; જ્ઞાન તો રાગ–દ્વેષથી જુદું પ્રશાંતસ્વરૂપી છે.
અનંતાનંત જ્ઞેયોને જાણવા છતાં ક્્યાંય રાગ–દ્વેષ કરે એવું જ્ઞાનનું સ્વરૂપ નથી.
* જેમ એક આકાશપ્રદેશમાં, ખંડ પડ્યા વગર અનંતાનંત પરમાણુઓને એકસાથે
જગ્યા દેવાની કોઈ અચિંત્ય તાકાત છે, તેમ એક જ્ઞાનપર્યાયમાં, રાગ–દ્વેષ વગર
અનંતાનંત જ્ઞેયોને જાણી લેવાની અચિંત્ય તાકાત છે. એ જ્ઞાનમાં કેટલી શાંતિ!
અનંતગુણની કેટલી ગંભીરતા એમાં ભરી છે! –એને જાણતાં સમ્યગ્દર્શન થાય છે.
* ભાઈ, સર્વજ્ઞદેવનું શાસન પામીને આત્માને પ્રાપ્ત કરવાની આ મોસમ આવી છે.
જેમ ઉદ્યમી ખેડુત વરસાદની મોસમ ચુકે નહિ તેમ જિનપ્રવચનની આ મધુર
વર્ષામાં તું આત્માને સાધવાનું ચુકીશ નહીં.
અહા, જુઓ તો ખરા, જીવના જ્ઞાનની તાકાત!
અનંતા જ્ઞેયોને જાણે છતાં તે જ્ઞાનમાં રાગ–દ્વેષનો જરાય થડકારો પણ થતો નથી
ને પોતાના સમભાવરૂપ સ્વભાવમાં સ્થિર રહે છે. અનંતા વિધવિધ જ્ઞેયોનું જ્ઞાન
એકસાથે થવા છતાં તે જ્ઞાનમાં એક વિકલ્પ પણ થતો નથી. વિકલ્પ એ કાંઈ જ્ઞાનનું
કાર્ય નથી; ને વિકલ્પમાં કાંઈ જ્ઞાનનું કામ કરવાની તાકાત નથી.
ક્્યાં જ્ઞાનની અગાધ તાકાત! ને ક્્યાં વિકલ્પ! બંનેને અત્યંત જુદાઈ છે.
* વિકલ્પ તો અચેતન જેવો છે,–તે નથી જાણતો સ્વને કે નથી જાણતો પરને.
* જ્ઞાન તો સ્વ–પર બધાને વિકલ્પ વગર જાણે, અને સ્વસંવેદનમાં ચૈતન્યની
અનંતગુણોની શાંતિને વેદે–એવી તેની તાકાત છે.
આવું જ્ઞાન તે જ આત્માનું સ્વરૂપ છે; તે જ્ઞાનસ્વભાવમાં ઘણી ગંભીરતા છે,
અનંતગુણનો વીતરાગીસ્વાદ જ્ઞાનની અનુભૂતિમાં સમાયેલો છે. આવી જ્ઞાનઅનુભૂતિ
કરવી તે જ જૈનશાસનમાં ભગવાન તીર્થંકરોનું ફરમાન છે; જ્ઞાનઅનુભૂતિ તે જ મોક્ષનો
ઉપાય ને તે જ જૈનધર્મ.
આવી અનુભૂતિસ્વરૂપ જૈનધર્મ જયવંત હો.
આવી અનુભૂતિ તે જ જૈનધર્મનું ધર્મચક્ર્ર છે.
મહાવીર ભગવાનનું ધર્મચક્ર જગતનું કલ્યાણ કરો.