: અષાઢ : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
• ગંભીરસ્વભાવી જ્ઞેયોને વીતરાગીજ્ઞાન જ જાણે છે;
વિકલ્પમાં સ્વ કે પરને જાણવાની તાકાત નથી. •
અનેકાન્તસ્વરૂપી જ્ઞેયપદાર્થોનું સ્વરૂપ એવું અગાધ ગંભીર
છે કે જેને સ્વસન્મુખ અતીન્દ્રિય જ્ઞાનપૂર્વક જ જાણી શકાય છે. તે
જ્ઞાન મહાન આનંદને ભોગવતું થકું જયવંત વર્તે છે. આવું
આનંદમય જ્ઞાન ભગવાન વીરનાથના શાસનમાં જ પમાય છે, તેથી
સત્પુરુષો ભગવાનના ઉપકારને ભૂલતા નથી.
* જગતના જીવ–અજીવ સમસ્ત તત્ત્વોમાં મહિમાવંત તત્ત્વ કયું?
આત્મતત્ત્વ સૌથી મહિમાવંત છે કેમકે જ્ઞાન ને સુખ આત્મતત્ત્વમાં જ છે, અન્ય
તત્ત્વોના અસ્તિત્વને પણ તે જ જાણે છે.
* જગતમાં આત્મા કેટલા છે?
જગતમાં ભિન્ન ભિન્ન અનંતાનંત આત્માઓ છે.
* જગતમાં સંખ્યા અપેક્ષાએ સૌથી વધુ દ્રવ્યો કયા છે?
પુદ્ગલ–પરમાણુઓ અનંતાનંત છે. જીવો કરતાં પણ પુદ્ગલોની સંખ્યા
અનંતગુણી છે.
* ક્ષેત્ર અપેક્ષાએ સૌથી મોટું દ્રવ્ય કયું છે?
આકાશદ્રવ્ય સૌથી મોટું છે, સર્વવ્યાપી છે.
ક્ષેત્ર અપેક્ષાએ સૌથી નાનાં દ્રવ્યો કયા છે?
કાળદ્રવ્ય અને પરમાણુદ્રવ્ય,–તેઓ એક જ પ્રદેશી છે, તેથી સૌથી નાનાં છે.
* મધ્યમક્ષેત્રી દ્રવ્ય કયું છે?
જીવદ્રવ્યના પ્રદેશો અસંખ્ય છે, તેથી તે મધ્યમક્ષેત્રવાળું છે.
* જીવ જેટલા જ પ્રદેશોવાળા બીજા કયા દ્રવ્યો છે?
ધર્મદ્રવ્ય તથા અધર્મદ્રવ્ય એ બંનેના પ્રદેશો જીવના પ્રદેશ જેટલા જ છે.
* સંખ્યા અપેક્ષાએ સૌથી ઓછા દ્રવ્ય કયા છે?
આકાશદ્રવ્ય એક જ છે,–સૌથી મોટું હોવા છતાં તે એક જ છે; ધર્મદ્રવ્ય તથા
અધર્મદ્રવ્ય પણ એકેક જ છે. કાળદ્રવ્યો અસંખ્યાત છે; જીવદ્રવ્યો અનંત છે;
પુદ્ગલ દ્રવ્યો તેનાથી પણ અનંતગુણા છે.