Atmadharma magazine - Ank 382
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 55

background image
: ૩૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧
દેહાદિથી પાર પોતાની અસાધારણ ચેતનાથી સમ્પન્ન,
પ્રત્યક્ષજ્ઞાતા, અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપી, જે એકલા અનુમાનથી અનુભવમાં
ન આવે તેવો, ઈન્દ્રિય–મનથી કે લૌકિક સાધનોથી પાર, દ્રવ્ય–ગુણ–
પર્યાયના ભેદવડે પણ જે અનુભવમાં ન આવે. પણ ચૈતન્યની અતીન્દ્રિય
સ્વાનુભૂતિમાં જે પૂરેપૂરો સમાય–એવા આત્માનું અદ્ભુત વર્ણન! –તેને
ઈન્દ્રિયાતીત સ્વસંવેદન વડે તું જાણ!
પ્રવચનસાર ગા. ૧૭૨ માં, શરીર કર્મ વગેરે અન્ય સમસ્ત
દ્રવ્યોથી ભિન્ન આત્માનું પરમાર્થસ્વરૂપ બતાવનારું અસાધારણ
ચેતનાલક્ષણ બતાવ્યું છે; અને તે ચેતનાલક્ષણે લક્ષિત પરમાર્થરૂપ
આત્મતત્ત્વનું સ્વરૂપ વીસ અર્થોદ્વારા ઘણું સ્પષ્ટ સમજાવ્યું છે. શ્રી
કુંદકુંદસ્વામીના પાંચે પરમાગમોમાં આ ગાથા છે, તેમજ ષટ્ખંડાગમની
धवला ટીકામાં પણ છે, –તે ઉપરથી આ ગાથાની વિશેષતાનો ખ્યાલ
આવે છે; ને તેમાં ભરેલા ચૈતન્યભાવોનો ખ્યાલ તો સ્વસંવેદન વડે
ધર્મીને જ આવે છે. –આવી ગાથા ઉપરનાં સુંદર અધ્યાત્મરસઝરતાં
પ્રવચનોનું દોહન આપ અહીં વાંચશો.
સમયસારમાં (ગા. ૫૦ થી ૫૫માં) ૨૯ બોલ દ્વારા સમસ્ત પરભાવોને તથા
ભંગભેદને ચૈતન્યસ્વરૂપ આત્માની અનુભૂતિથી ભિન્ન બતાવ્યા. અનુભૂતિ–પર્યાયને તો
પોતામાં અભેદ કરીને, આત્મા તે–રૂપે પરિણમ્યો છે. તેમ અહીં અલિંગગ્રહણના અર્થમાં
પરમાર્થસ્વરૂપ આત્મા ચૈતન્યચિહ્નથી ઓળખાવ્યો, –તેને હે ભવ્ય! તું જાણ! તેને
‘જાણવામાં’ અનંતગુણના નિર્મળપરિણમનનું વેદન ભેગું છે. તેને જાણતાં આત્મા પોતે
સુખી થાય છે, આનંદનું વેદન થાય છે, અતીન્દ્રિયભાવોથી તે પર્યાય કમળની