પરભાવોથી જુદી પડી છે, ને આત્મા પોતે તે શુદ્ધપર્યાયરૂપ થયો છે. –આવી
અનુભૂતિસ્વરૂપ આત્મા તે ‘અલિંગગ્રાહ્ય’ છે; ને તેમાં બીજા ઘણા ભાવો બતાવવા તેને
‘અલિંગગ્રહણ’ કહ્યો છે– ‘
આત્મા ઈન્દ્રિયોવડે જાણનારો નથી એટલે અતીન્દ્રિયજ્ઞાનમય છે. જુઓ, ઈન્દ્રિયોથી ને
ઈન્દ્રિયો તરફના જ્ઞાનથી પાર થઈને, એટલે અતીંદ્રિયજ્ઞાનરૂપ થઈને જ્ઞાનસ્વભાવી
આત્માને જાણી શકાય છે. અતીન્દ્રિયજ્ઞાનરૂપ થઈને જેણે ઈન્દ્રિયોને જીતી એટલે જુદી
કરી, તેણે પોતાના સર્વજ્ઞસ્વભાવના સ્વીકારપૂર્વક સર્વજ્ઞદેવની સ્તુતિ કરી, તે સર્વજ્ઞનો
આરાધક થયો. –એ જ વાત અહીં આત્માને અતીન્દ્રિયજ્ઞાનમય કહીને આચાર્યદેવે
બતાવી છે.
‘ઈન્દ્રિયોવડે જ હું જાણું છું’ એમ માનનારો જીવ ઈન્દ્રિયોથી જુદો પડતો નથી, એટલે
અતીન્દ્રિય ચેતનાગુણસંપન્ન આત્માને તે જાણતો નથી. અરે, ચેતનસ્વભાવી આત્મા,
એને તે ઈન્દ્રિયો કેવી? ઈન્દ્રિયોને તો પરદ્રવ્ય કહીને આત્મામાંથી કાઢી નાંખી છે, તે જીવ
નથી, તે આત્મસ્વભાવને જરાપણ સ્પર્શતી નથી, આત્માથી અત્યંત ભિન્ન તેનું અસ્તિત્વ છે.
તેનાથી જે ઉપલબ્ધ તે પ્રત્યક્ષ કઈ રીત જીવને? (પ૭)