: ૩૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧
* રસના–ઈન્દ્રિયવડે આત્મા જણાય? –ના, કેમકે આત્મામાં રસ નથી, આત્મા અરસ છે.
* નાસિકા–ઈન્દ્રિયવડે આત્મા જણાય? ના, કેમકે આત્મામાં ગંધ નથી, આત્મા
અગંધ છે.
* આંખવડે આત્મા જણાય? ના, કેમકે આત્મામાં રૂપ નથી, આત્મા અરૂપ છે.
* શબ્દવડે આત્મા જણાય? ના, કેમકે આત્મામાં શબ્દ નથી, આત્મા અશબ્દ છે.
* મનવડે આત્મા જણાય? ના, કેમકે અતીન્દ્રિય આત્મા એકલા અનુમાનગોચર
થતો નથી.
* આકારવડે આત્મા જણાય? ના, કેમકે અસંખ્યપ્રદેશી આત્માનો કોઈ નિશ્ચત
આકાર નથી.
* ભેદવડે આત્મા જણાય? ના; કેમકે આત્મઅનુભૂતિમાં દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદ નથી.
* ચેતનાવડે આત્મા જણાય? હા...કેમકે આત્મા પોતે પોતાની ચેતનાસ્વરૂપ છે.
સ્પર્શનાદિ ઈન્દ્રિયોવડે આત્મા જણાય–એમ જે માને છે તે આત્માને સ્પર્શાદિ
વાળો માને છે એટલે દેહને જ આત્મા માને છે, તેથી દેહાતીત એવા અતીન્દ્રિય આત્માની
સ્તુતિ કરતાં તેને આવડતી નથી. માટે કુંદકુંદસ્વામી કહે છે કે અતીન્દ્રિય સ્વાનુભૂતિવડે
જ સર્વજ્ઞની સ્તુતિ ને સર્વજ્ઞના માર્ગની ઉપાસના થઈ શકે છે; અને એવી સ્તુતિ કરનારો
જીવ જીતેન્દ્રિય છે. ઈન્દ્રિયથી જુદો પડીને અતીન્દ્રિય ચેતનારૂપે તે પરિણમ્યો છે. –એવો
ધર્માત્મા જીવ કહે છે કે–અહો વીરનાથ સર્વજ્ઞદેવ! આપના શાસનમાં આવી
અતીન્દ્રિયચેતના પામીને અમે આપની પરમાર્થસ્તુતિ કરીએ છીએ.
પુદ્ગલમય ઈન્દ્રિયો જેનો સ્વભાવ નથી એવો અતીન્દ્રિય આત્મા પોતે સ્વયમેવ
જ્ઞાનસ્વરૂપ છે, તે પોતાના અતીન્દ્રિયજ્ઞાનરૂપે સ્વયમેવ પરિણમતો થકો જાણે છે,
ઈન્દ્રિયો વડે તે જાણતો નથી. જ્ઞાનને અને ઈન્દ્રિયોને (આત્માને અને શરીરને) અત્યંત
ભિન્નતા છે, તો જ્ઞાન ઈન્દ્રિયોવડે કેમ જાણે? જાણવાનો સ્વભાવ જ્ઞાનનો છે, ઈન્દ્રિયોનો
નહિ. એટલે પરમાર્થે તો, ઈન્દ્રિયોને નિમિત્ત બનાવીને જાણે–એવો પરાલંબી
જ્ઞાનસ્વભાવ નથી; એટલે ઈન્દ્રિયજ્ઞાન પણ જીવનો સ્વભાવ નથી,
અતીન્દ્રિયજ્ઞાનસ્વભાવી આત્મા છે–તે પરમાર્થ છે. –આવા પરમાર્થઆત્માને
ચેતનાલક્ષણવડે હે ભવ્ય! તું જાણ.
* * * * *
આત્મા ઈન્દ્રિયોવડે જાણે–એવો નથી; તેનો સ્વભાવ અતીન્દ્રિયજ્ઞાનરૂપ છે. જેમ
પુદ્ગલપિંડનો આત્મામાં અભાવ છે, તેથી આત્મા શરીરાદિ પુદ્ગલપિંડનો કર્તા નથી;
તેમ પુદ્ગલપિંડરૂપ ઈન્દ્રિયોનો આત્મામાં અભાવ છે એટલે તે ઈન્દ્રિયો આત્માના
જ્ઞાનની