એકલો વ્યવહાર જેમ સત્ય નથી હોતો તેમ પ્રત્યક્ષ વગરનું એકલું અનુમાન તે પણ સત્ય
નથી હોતું. અહો, જૈનશાસનની અનેકાન્તશૈલી અને નિશ્ચય–વ્યવહાર કોઈ અલૌકિક છે!
પર્યાયના કોઈ ભેદ દ્રષ્ટિમાં રહેતા નથી, પરમ આનંદ સહિત એકલું ચૈતન્યતત્ત્વ
અખંડપણે પ્રકાશે છે–વેદાય છે.
આચાર્યદેવે અલૌકિક રીતે સમજાવ્યું છે. ગુણના ભેદવડે આત્મવસ્તુનો અવબોધ થતો
નથી, માટે ગુણભેદરૂપ લિંગને આત્મા ગ્રહતો નથી–સ્પર્શતો નથી. જ્ઞાન–દર્શન–
ચારિત્રરૂપ ગુણના ભેદો તે આત્મા નથી–એમ સમયસારની સાતમી ગાથામાં કહ્યું; તેથી
કાંઈ એવો અર્થ નથી કે આત્મામાં જ્ઞાન–દર્શન–ચારિત્ર વગેરે ગુણ–પર્યાયો નથી.
ગુણોથી અભેદ આત્મા છે–તેમાં ભેદ પાડવાથી આત્મા અનુભવમાં આવતો નથી,
અનુભૂતિમાં ભેદ દેખાતો નથી, અભેદપણે જ પરમાર્થ આત્મા અનુભવાય છે. જેમ આ
બોલમાં ગુણભેદનો નિષેધ કર્યો, એ જ રીતે શુદ્ધપર્યાયમાં પણ સમજવું. ‘આ શુદ્ધપર્યાય
ને આ આત્મા’ એવો ભેદ ધર્મીની દ્રષ્ટિમાં નથી, તેથી કહ્યું કે શુદ્ધપર્યાયથી તેનું ગ્રહણ
થતું નથી, પર્યાયના ભેદને તે સ્પર્શતો નથી. પછી છેલ્લા બોલમાં, પરમાર્થરૂપ આત્માની
અનુભૂતિથી જે પર્યાય થઈ તે શુદ્ધપર્યાય આત્મા જ છે, –એમ અભેદદ્રષ્ટિથી આત્માને
શુદ્ધપર્યાય કહ્યો છે.
આત્મા અનુભવાતો નથી–તેથી તેને દ્રવ્યથી પણ અનાલિઢ એવો શુદ્ધપર્યાય કહ્યો. આમ
છેલ્લા ત્રણ બોલ દ્વારા ગુણ–પર્યાય ને દ્રવ્યના બધા ભેદોના વિકલ્પથી પાર શુદ્ધઆત્મા
બતાવ્યો.