તેનું સ્વરૂપ સમજાવ્યું છે.
સમ્યગ્દર્શનની ગંભીરતા બતાવીને કહે છે કે અનુભવની ક્ષણે દ્રવ્ય–ગુણ–પર્યાયના કોઈ
ભેદ ઉપર દ્રષ્ટિ રહેતી નથી, ભેદ દેખાતા નથી; પણ તેથી કરીને આત્મામાં તેનો અભાવ
નથી; આત્મામાં ગુણ–પર્યાય તો છે, પણ તેના ભેદનું લક્ષ રહે ત્યાંસુધી નિર્વિકલ્પ અખંડ
આત્માની અનુભૂતિ થતી નથી. ગુણ છે પણ તેનું ગ્રહણ નથી એટલે કે ગુણના ભેદ વડે
આખો આત્મા ગ્રહવામાં આવતો નથી–અનુભવમાં આવતો નથી. ભેદને અભેદમાં
સમાવીને એક વસ્તુને અભેદ અનુભવે છે–તે ધર્મીની અનુભૂતિ છે. ‘ધર્મીની
અનુભૂતિના રહસ્ય ઊંડા છે. ’
બોલમાં આચાર્યદેવે સમજાવીને અનુભૂતિના રહસ્ય સ્પષ્ટ કર્યા છે. –આ સમજે તો
આત્માને સમ્યગ્દર્શન ને આત્મઅનુભવ થયા વગર રહે જ નહિ.
અનુભવ કરતાં આનંદમય શુદ્ધપર્યાય થઈ, –અભેદપણે તે આત્મા જ છે. ‘હું દ્રવ્ય, હું
ગુણ’ –એવા ભેદ તે અનુભૂતિમાં નથી. શુદ્ધઆત્મા જ પોતે નિરપેક્ષપણે શુદ્ધ પર્યાયરૂપ
અભેદ પરિણમ્યો છે, તેથી આત્મા પોતે શુદ્ધપર્યાય છે. તેના વેદનમાં દ્રવ્ય–ગુણ અભેદ
છે, પણ આ દ્રવ્ય–ગુણ–આ પર્યાય એવા ભેદનું અવલંબન તેમાં નથી. તેથી ‘શુદ્ધપર્યાય’
ને દેખતાં અભેદપણે આત્મા જ દેખાય છે. શુદ્ધપર્યાય થઈ ક્્યાંથી? શું દ્રવ્ય–ગુણથી જુદી
છે? દ્રવ્ય–ગુણમાં અભેદ થઈને તે શુદ્ધપર્યાય પરિણમી છે, તેથી અભેદપણે તેને જ
આત્મા કહીએ છીએ.