: ૩૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧
‘આત્મા પર્યાયછે? ’ –હા, આત્મા શુદ્ધ પર્યાય છે, –જે આનંદનું સ્વસંવેદન થયું તે હું
જ છું, –એમ ધર્મી જાણે છે–અનુભવે છે. ‘આનંદની અનુભૂતિ થઈ–એટલો જ હું છું’
અનુભૂતિ કરી ત્યાં દ્રવ્ય–ગુણનો સ્વીકાર તેમાં આવી જ ગયો, જ્ઞાયકસ્વભાવ પર્યાયમાં
આવિર્ભૂત થયો, –એ જ ભૂતાર્થનો આશ્રય છે. –એને સત્યાર્થ આત્મા કહ્યો.
વાહ, જુઓ આ સંતોની અનુભૂતિનાં ઊંડા રહસ્યો! સ્વસન્મુખ થઈને
અતીન્દ્રિય આનંદના વેદનરૂપ એવી શુદ્ધપર્યાયરૂપ થયેલ આત્મા જાણે છે કે આ
શુદ્ધપર્યાય હું છું. ત્યાં અભેદપણે દ્રવ્ય–ગુણનો સ્વીકાર તેમાં આવી જાય છે, કેમકે તેમાં
એકાગ્ર થઈને પર્યાય પરિણમી છે. ‘આત્મા શુદ્ધપર્યાય છે’ –એમ કોણ સ્વીકારી શકે?
જેને અંર્તદ્રષ્ટિ થઈ એવો ધર્મી જ તે સ્વીકારી શકે છે; જેને શુદ્ધપર્યાય નથી તે આ વાત
યથાર્થપણે સ્વીકારી શકતો નથી. પર્યાય કાંઈ અસત્ નથી, એ પણ સત્નો અંશ છે.
‘આત્મા શુદ્ધપર્યાય છે. ’ –હું દ્રવ્ય છું, હું સામાન્ય છું–એવા વિકલ્પ વડે તેનું
ગ્રહણ થતું નથી, માટે આત્મા અલિંગગ્રહણ છે. જેમ પર્યાય અને ગુણના ભેદના વિકલ્પ
વડે આત્મા ગ્રહાતો (અનુભવાતો) નથી, તેમ ‘સામાન્યમાંથી વિશેષપર્યાય આવી, હું
સામાન્યદ્રવ્ય છું’ –એવા ભેદરૂપ લિંગ વડે પણ આત્મા અનુભવાતો (ગ્રહાતો) નથી.
અહો, ચૈતન્યતત્ત્વની અનુભૂતિ દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદથી પાર છે, ‘પ્રત્યક્ષજ્ઞાતા’
થઈને આત્મા પોતે પોતાને સ્વસંવેદનમાં લ્યે છે, અતીન્દ્રિય–પ્રત્યક્ષ જ્ઞાનથી તેનું ગ્રહણ
થાય છે–એમ કહીને આત્માની અનુભૂતિનો વૈભવ આચાર્યદેવે ખુલ્લો કર્યો છે.
–સ્વાનુભવપ્રત્યક્ષથી ભવ્યજીવો તે પ્રમાણ કરજો.
“વાહ રે વાહ! વીતરાગી સંતોએ સ્વાનુભૂતિનાં રહસ્યો બતાવીને
મહા ઉપકાર કર્યો છે.”
• શુભરાગમાં પણ દુઃખ કોને લાગે? •
* જેણે રાગ વગરની ચૈતન્યશાંતિનું વેદન કર્યું હોય તેને રાગમાં દુઃખ લાગે. રાગ
અને ચૈતન્યની ભિન્નતાને જેણે જાણી હોય તેને ચૈતન્યના શાંતરસના
મહાનસુખ પાસે, બધા રાગભાવો અશાંત અને દુઃખરૂપ જ લાગે છે. અશુભની
જેમ શુભરાગ પણ જેને દુઃખરૂપ નથી લાગતો તેણે ચૈતન્યની વીતરાગીશાંતિના
સુખને અનુભવ્યું નથી. આ રીતે રાગ જ્ઞાનીને જ ખરેખર દુઃખરૂપ લાગે છે;
અજ્ઞાનીનેય જોકે રાગનું વેદન તો દુઃખરૂપ જ છે પણ ભ્રમણાથી તે શુભરાગમાં
સુખ માને છે, ને તેથી જ રાગ વગરની શાંતિને તે અનુભવી શકતો નથી.