: ૩૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧
કત્વાદિ સાથેનું અતીન્દ્રિયસુખ પણ તેને નિરંતર વર્તે છે. –આ રીતે ધર્મીને અપૂર્ણ
દશામાં શુદ્ધતા તેમજ અશુદ્ધતા, સુખ તેમજ દુઃખ, મોક્ષનું સાધકપણું તેમજ બાધકપણું
એમ બંને ભાવો વર્તે છે. –કે જે અજ્ઞાનીઓને આશ્ચર્ય ઉપજાવે છે–કેમકે બંને ધારાનું
ભિન્નભિન્ન સ્વરૂપ તેઓ સમજી શકતા નથી. પરંતુ નિર્મળ દ્રષ્ટિવાળા ભેદજ્ઞાનીઓ તો
આચાર્યદેવ સમયસાર કળશ ૨૭૩–૨૭૪ માં કહે છે કે: એક તરફથી જોતાં
આત્મામાં કષાયોનો કલેશ દેખાય છે, અને એક તરફથી જોતાં શાંતિ દેખાય છે; એક
તરફથી જોતાં ભવની પીડા દેખાય છે, ને એક તરફથી જોતાં મુક્તિ પણ સ્પર્શે છે.
–આમ બંને ધારા સાધકને વર્તતી હોવા છતાં, આત્માનો અદ્ભુતથી પણ અદ્ભુત
સ્વભાવ–મહિમા જયવંત વર્તે છે.
[ગુરુદેવે હમણાં પ્રવચનમાં આ વિષય ઘણી સ્પષ્ટતાથી સમજાવ્યો હતો. અગાઉ
પણ આ સંબંધી ઘણું સ્પષ્ટીકરણ આત્મધર્મમાં આવી ગયું છે.]
•
શ્રી કાર્તિકેયસ્વામી દ્વાદશઅનુપ્રેક્ષાની લોકભાવનામાં લોકના સર્વ
પદાર્થોનું વર્ણન કરીને તેના સારરૂપે ગા. ૨૦૪ માં કહે છે કે–
સર્વે દ્રવ્યોમાં જીવ ઉત્તમ દ્રવ્ય છે, તે જ જ્ઞાન–સુખ વગેરે ઉત્તમ ગુણોનું
ધામ છે, અને તે જ સર્વે તત્ત્વોમાં પરમ તત્ત્વ છે, –એમ હે ભવ્યજીવો!
તમે નિશ્ચયથી જાણો.
उत्तमगुणाणं धामं सव्वद्व्वाणं उत्तमं द्व्वं।
तच्चाणं परमं तच्वं जीवं जाणेहि णिच्छयदो।। २०४।।
अंतरतच्चं जीवो बाहिरतच्चं हवंति सेसाणि।
णाणविहीणं द्व्वं हियाहियं णेय जाणादि।। २०५।।
જીવ અંતરતત્ત્વ છે અને બાકીનાં બધાં બહિરતત્ત્વો છે, જ્ઞાનવિહીન
એવાં તે દ્રવ્યો હેય–અહેયને (અથવા હિત–અહિતને) જાણતાં નથી;
જ્ઞાનસહિત એવું જીવદ્રવ્ય જ હેય–અહેયને અથવા હિત–અહિતને જાણે
છે. માટે તે જ ઉત્તમ અને સારભૂત પરમતત્ત્વ છે. –તેને ઓળખો.
લોકના સારભૂત સૌથી સુંદર એવા જીવદ્રવ્યને જે જીવ જાણે છે
તે જીવ લોકનો શિખામણિ થાય છે ને સિદ્ધપદમાં શોભે છે.