Atmadharma magazine - Ank 382
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 55

background image
: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૩૯ :
• •
અહા, સર્વજ્ઞતાવડે પ્રત્યક્ષ સિદ્ધ થયેલ પરમ સૂક્ષ્મ અતીન્દ્રિયતત્ત્વો જૈનશાસનમાં
બતાવ્યા છે એ તત્ત્વની ગંભીરતા લક્ષમાં લઈને સમજે તો પોતાનું જ્ઞાન એવું સૂક્ષ્મ
અને સ્પષ્ટ થઈ જાય કે પછી અન્યમતના કહેલા કુતત્ત્વો તેને સાવ તૂચ્છ લાગે; તેમાં
ક્્યાંય તે ભરમાઈ ન જાય. ક્્યાં સર્વજ્ઞના કહેલા અતીન્દ્રિય તત્ત્વો, ને ક્્યાં અન્યમતના
કહેલાં કુતત્ત્વો! સર્વજ્ઞના કહેલા તત્ત્વોનો નિર્ણય કરીને જેણે શ્રદ્ધા કરી તેને જગતમાં
બીજે ક્્યાંય કોઈ કુમાર્ગમાં મહિમા આવે નહિ; સર્વજ્ઞદેવે કહેલાં તત્ત્વો સ્વ–પરનું
ભેદજ્ઞાન કરાવી, રાગથી પાર ચૈતન્યસ્વરૂપનો અપાર મહિમા પ્રસિદ્ધ કરે છે–જે મહિમાને
જાણતાં સ્વાનુભવથી જીવ મહાન આનંદ પામે છે ને સંસારનો અંત કરીને તે મોક્ષને
સાધે છે.
વાહ! ભગવંતનો પંથ ભવઅંતનો ઉપાય છે.
* * *
* કુંદકુંદઆચાર્ય તો ભગવાન હતાં. આ જીવ ઉપર તેમનો ઘણો ઉપકાર છે. તેમણે
રચેલા સમયસારાદિ પરમાગમ અહીં પરમાગમમંદિરમાં કોતરાઈ ગયા છે; તેમાં
ચૈતન્યના અનુભવના ગંભીર ભાવો ભર્યા છે.
આત્મ–અનુભૂતિના નિજવૈભવમાંથી નીકળેલા એ ભાવો એકત્વ–વિભક્ત
આત્માની અનુભૂતિ કરાવે છે.
* અનેકાન્તમય આત્મવસ્તુની શ્રદ્ધા તે સમ્યક્ત્વ છે?
હા; અનેકાન્તમય આત્મવસ્તુની શ્રદ્ધા તે જ સમ્યક્ત્વ છે. અનેકાન્તસ્વરૂપ
આત્માની દ્રષ્ટિ વગર સમ્યક્ત્વ થાય નહિ.
* પાંચવડાથી શ્રી અમરૂભા દાદભા લખે છે– “આત્મધર્મ માસિક દરમહિને
નિયમસર અમોને મળી જાય છે, તેમાં આત્મજ્ઞાન–કેવળજ્ઞાન વિષે જે લેખ આવે
છે તે ઘણા જ મનનીય છે, જેના વાંચનથી દરેકને આત્મજાગૃતીનું બળ મળે છે.”
* જીવનના દિવસો જેટલી ઝડપથી વીતી રહ્યા છે, તેનાં કરતાં વધુ ઝડપથી
આત્મહિત કરી લેવાનું જરૂરી છે. –જેથી જીવનમાં તે ખરૂં કામ બાકી ન રહી
જાય.
* આ અંકમાં ૧૫ પાને છપાયેલ લેખના ઉપોદ્ઘાતમાં ષટ્ખંડાગમ ભાગ ૧ (પાનું
૧૦ થી ૧૩) લખેલ છે તેને બદલે (પાનું ૩૫ થી ૩૯) વાંચવું.