Atmadharma magazine - Ank 382
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 48 of 55

background image
: ૪૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧



• સોનગઢમાં શિક્ષણવર્ગ આનંદમય વાતાવરણ વચ્ચે ચાલી રહ્યો છે. એકકોર
ધોધમાર જલવર્ષા પૃથ્વીને ઠંડક આપે છે, તો બીજીકોર ધોધમાર ધર્મવર્ષા
ભવ્યજીવોને ચૈતન્યની ઠંડક આપીને આનંદિત કરે છે. ગુરુદેવના પ્રવચનમાં
શુદ્ધાત્મતત્ત્વનું ઘોલન ચાલી રહ્યું છે.
જયપુર:– પં. ટોડરમલ સ્મારકભવન, બાપુનગરમાં જૈન પાઠશાળા ચાલુ થઈ છે.
ભારતના મોટા કે નાના જે કોઈ પણ ગામમાં જૈનો વસતા હોય ત્યાં પાઠશાળા
જરૂર ચાલતી હોવી જોઈએ. તમારા બાળકોને ધર્મના સાચા સંસ્કાર આપવા
હોય તો પાઠશાળા ચાલુ કરો. ભલે એકબે બાળક ભણવા આવે તોપણ, સ્કુલના
શિક્ષકો કરતાંય વધુ પગાર આપીને પણ, પાઠશાળા જરૂર ચાલુ કરો. મકાન
વગેરેમાં જૈનસમાજ લાખો રૂપિયા વાપરે છે, તેના કરતાં વધુ જરૂર
જૈનપાઠશાળાઓ ચાલુ કરવાની છે.
• રાજકોટ:– વૈશાખ માસમાં પૂ. ગુરુદેવ રાજકોટ પધાર્યા ત્યારે વૈશાખ વદ
એકમના રોજ (૧) કુમારી જ્યોત્સનાબેન (પારસરામ ડોસાભાઈ શાહના
સુપુત્રી ઉ. વ. ૩૧) તથા (ર) કુમારી હેમલતાબેન (મોહનલાલ ડોસાભાઈ
શાહના સુપુત્રી ઉ. વ. ૩૪) એ બંને જિજ્ઞાસુ બહેનોએ આજીવન
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે. બંને બહનો બાલબ્રહ્મચારિણી છે. –ધન્યવાદ!
જમશેદપુરથી એક નાનો જિજ્ઞાસુ બાળક ભાંગીતૂટી ભાષામાં ગુરુદેવના નામથી
પ્રમોદપૂર્વક લખે છે કે–“હું એક જૈન બાલક છું. મને ગુજરાતી લખતા તો નહીં
આવતૂં પણ પઠનતા આવડે છે. હું નાસ્તિક હતો પણ છેલ્લા ૧૫ દિવસ પહેલાંં
મેં મારી ફૈયબાની ત્યાં તમારૂ આત્મધર્મ વાંચ્યૂ તો મને ઘણો આનંદ થયો.
ગુરુદેવની મારી વિનતી છે કે મને ધર્મની શિક્ષા આપે અને આત્માને શાંતિ
થાય. મૈં ત્યારપછી રત્નસંગ્રહ ભાગ ૧ લો તથા બીજો વાંચ્યો. પૂજા કરવાના
વિધિ પણ બતાવજો. (ગુજરાતી ભાષા બરાબર નહિ જાણનારા નાના બાળકો
પણ કેવા જાગ્યા છે? ને કેવી હોંશથી ધર્મના સંસ્કાર મેળવી રહ્યા છે–તેનો આ
એક નમુનો છે. આવા તો સાડાત્રણહજાર બાળકો બાલવિભાગમાં રસ લ્યે છે.–
હવે કોણ કહી શકશે કે આજના બાળકો–યુવાનો ધર્મમાં રસ નથી લેતા? બાળકો
જાગ્યા છે, યુવાનો જાગ્યા છે; તેમને વાંચવામાં રસ પડે એવું સાહિત્ય ઢગલાબંધ
આપો, ને નવા નવા કાર્યક્રમોમાં તેમની શક્તિનો ઉપયોગ કરો.