: ૪૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧
‘આ રાજકુમારનો જીવ ભરતક્ષેત્રમાં અવતરશે ને કુંદકુંદાચાર્યદેવના તીર્થની
પ્રભાવના કરશે’ એમ પણ પૂ. બેનશ્રીએ ત્યાં સમવસરણમાં સાંભળેલું–તે પણ તેમને
સ્મૃતિમાં આવ્યું છે. અસંખ્ય અબજ વર્ષ પહેલાંનું કેટલુંક જ્ઞાન તેમને જાતિસ્મરણમાં
વર્તે છે. દેહ સ્ત્રીનો છે પણ આત્મા અંદર મહા પવિત્ર છે. –ઈત્યાદિ ઘણી વાત ખૂબ જ
ગંભીરતાપૂર્વક ગુરુદેવે સભાજનો સમક્ષ ખુલ્લી મુકી; જે સાંભળીને, અને એવા
મહાત્માઓને નજરે સાક્ષાત્ દેખીને સૌને ઘણો જ હર્ષાનંદ થતો હતો.
મુમુક્ષુસમાજ પૂ. બેનશ્રીને અભિનંદવા ગયેલ ત્યારે અત્યંત ધીર–શાંત–મધુર–
આત્મસ્પર્શી વાણીથી આત્મહિતની પ્રેરણા આપતાં તેઓશ્રીએ કહ્યું કે જીવનમાં
આત્માનો અનુભવ કરવો, આત્માનું જ્ઞાન કરવું તે કરવા જેવું છે. તેને માટે દેવ–ગુરુની
ભક્તિ વગેરે હોય છે, પણ સુખ અને જ્ઞાન તો આત્મામાંથી આવે છે. આત્મા ગુણ–
પર્યાયોથી ભરેલો છે; પોતાના આત્મામાંથી જ જ્ઞાન ને સુખ આવે છે; ને જીવનમાં
શાસ્ત્રસ્વાધ્યાય–વાંચન–શ્રવણ વિચારથી આત્માને જાણવો–તેનો અનુભવ કરવો–તે જ
કરવા જેવું છે. અભિનંદન–વિધિમાં સૌથી પ્રથમ અભિનંદન તેઓશ્રીના જીવનસખી પૂ.
શાંતાબેને આપ્યા હતા. એ ભક્તિરસભીનું મધુર દ્રશ્ય સૌને વાત્સલ્યભાવના જગાડતું
હતું.
ઉત્સવના મંગલ વધામણાં તો શ્રાવણ સુદ ૧૩ થી જ શરૂ થઈ ગયા હતા. ઘરેઘરે
મંગલગીત ગવાતા હતા. ‘સાધકશતકમાળા’ વગેરે અનેક પુસ્તકોનું પ્રકાશન થયું હતું ને
ગુરુદેવના મંગલ હસ્તે મુમુક્ષુઓને તેની પ્રસાદી મળતી હતી; બીજ નિમિત્તે નાની
બાળિકાઓએ સુંદર અભિનયવડે ધર્માત્માના મંગલગુણગાન દર્શાવ્યા હતા; તે
ભાવભીનું નાટક દેખીને સૌ પ્રસન્ન થયા હતાં. (આ સિવાય ઉત્સવનો કેટલોક
વિગતવાર અહેવાલ આપે શરૂઆતના પૃષ્ઠોમાં વાંચ્યો.) –બ્ર. હ. જૈન
[મંગલ પ્રવચનોની મધુરી પ્રસાદી]
• શ્રી જિનેન્દ્રભગવાને કહેલાં દ્રવ્યશ્રુત અનેકાન્તમય સર્વ પદાર્થોનું સ્વરૂપ
સ્પષ્ટપણે પ્રકાશે છે; તેના અભ્યાસવડે મુમુક્ષુઓ સર્વ પદાર્થોના સ્વરૂપનો નિર્ણય કરીને,
સ્વ–પરની સ્પષ્ટ વહેંચણી કરે છે. ધર્મીના શ્રુતજ્ઞાનમાં ઘણી તાકાત છે; દ્રષ્ટિના અખંડ
વિષયને પણ તે જાણે છે; સામાન્ય–વિશેષ, સ્વ–પર બધાને તે સમ્યક્પ્રકારે જાણે છે;
શુદ્ધોપયોગ વડે આત્માના પરમ સ્વરૂપને પણ તે જાણે છે. આગમઅનુસાર પદાર્થનું
સ્વરૂપ જાણ્યા વગર ભેદજ્ઞાન કે સંયમ થાય નહિ ને મોક્ષમાર્ગ સાધી શકાય નહિ. માટે
આગમઅનુસાર જ્ઞાન કરીને સ્વ–પરને જાણો. ધર્માત્મા–સંતોને પોતાના
આત્મજ્ઞાનમાંથી આગમપ્રમાણ પ્રગટ થાય