: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૪૩ :
છે. જ્ઞાન કાંઈ શબ્દોમાંથી નથી આવતું. પદાર્થો અનંત ગુણ–પર્યાયથી અગાધ ગંભીર
સ્વભાવવાળાં છે, ને તેમનું જ્ઞાન પણ એવું અગાધસ્વભાવવાળું ગંભીર છે. રાગવડે
એનો પાર પમાય તેવું નથી.
* ચોથા ગુણસ્થાનની પરિણતિનો રાગ વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રને અનુસરે એવો હોય
છે; પણ કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને અનુસરે એવો કોઈ રાગ ત્યાં હોતો નથી. એ રીતે
છઠ્ઠાગુણસ્થાને મુનિની રાગપરિણતિ અહિંસાદિ મહાવ્રતને અનુસરે એવી હોય, પરંતુ
હિંસાદિ અવ્રતની પ્રવૃત્તિને અનુસરે એવી રાગપરિણતિ ત્યાં હોય નહિ. શુદ્ધતાઅનુસાર
રાગપરિણતિનો અભાવ થતો જાય છે.
* અહો, કુંદકુંદાચાર્યદેવે સાક્ષાત્ તીર્થંકરભગવાનને ભેટીને, અને નિજઆત્મવૈભવ
ખોલીને, વીરપ્રભુની પરંપરાનો જે માર્ગ આ ભરતક્ષેત્રમાં ટકાવી રાખ્યો છે તે સર્વે
મુનિજનોને સંમત છે; ત્યારપછીના સર્વે આચાર્યો તેમને અનુસરે છે. બધા જૈન–આચાર્ય
મુનિવરોનો એક જ મોક્ષમાર્ગ છે. કાંઈ જુદા જુદા આચાર્યોએ જુદો જુદો માર્ગ નથી
કહ્યો. એક કુંદકુંદાચાર્યની વાત સમજે, કે સમન્તભદ્રાચાર્યની વાત સમજે–કોઈ પણ
આચાર્યની વાત સમજતાં બધા આચાર્યોનો અભિપ્રાય તેમાં આવી જાય છે. વીરપ્રભુની
પરંપરાના બધા આચાર્યોનો મત એક છે, તેમાં ક્્યાંય વિરુદ્ધતા નથી,
એક કુંદકુંદસ્વામીના શાસનમાં બધા આચાર્યોનો અભિપ્રાય શું નથી સમાઈ જતો?
–સમંતભદ્રસ્વામી વગેરે બધા આચાર્યોનો મત પણ કુંદકુંદસ્વામીના અભિપ્રાયઅનુસાર
જ છે, તેનાથી કાંઈ વિપરીત નથી. તો પછી ‘કુંદકુંદસ્વામીકો મહત્ત્વ દેનેસે અન્ય
આચાર્યોંકા બલિદાન હો જાતા હૈ’ એ વાત ક્્યાં રહી? કુંદકુંદસ્વામીના મહત્ત્વમાં અન્ય
આચાર્યોનું બલિદાન નથી થતું પરંતુ બધા આચાર્યોના હૃદયનું રહસ્ય તેમાં આવી જાય
છે. અહો, ભરતક્ષેત્રમાં વીરપ્રભુનું શાસન કહો, કે કુંદકુંદપ્રભુનું શાસન કહો–એમાં કાંઈ
જ ફેર નથી. મહાવીરભગવાનની જેમ જ કુંદકુંદાદિ ભગવાન પણ મંગળરૂપ છે. અહો,
તેમનો ઉપકાર અપાર છે.
• •
‘ઈન્દ્રિયગમ્ય–ચિહ્નો વડે જ્ઞાની ઓળખાતા નથી.
રાગથી પાર એવી તેમની અનુભૂતિ અતીન્દ્રિયજ્ઞાનથી જ ઓળખાય છે. ’
અલિંગગ્રહણના ચોથાબોલમાં જ્યારે જ્યારે ગુરુદેવ આ અદ્ભુત ન્યાયનું
આત્મસ્પર્શી વિવેચન કરે છે ત્યારે ત્યારે પૂ. બેનશ્રી–બેન પણ ખૂબ જ પ્રમોદપૂર્વક ખીલી
ઊઠે છે, ને જાણે