Atmadharma magazine - Ank 382
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 52 of 55

background image
: ૪૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧
ચોથાકાળની કોઈ ધર્મસભામાં બેઠા હોઈએ તેવી પ્રસન્નતા થાય છે. ચોથો બોલ
સમજતાં ચોથું ગુણસ્થાન થઈ જાય છે.
જીવોએ માત્ર રાગપ્રવૃત્તિ કરીને ભ્રમણાથી એમ માની લીધું છે કે મેં જ્ઞાનીની
ઉપાસના કરી. પણ ચોથી ગાથામાં કુંદકુંદસ્વામી કહે છે તેમ, જીવે પોતે આત્મજ્ઞાન પૂર્વે
કર્યું નથી ને આત્માને જાણનારા જ્ઞાનીની સાચી ઉપાસના પણ તેણે પૂર્વે કદી કરી નથી.
–તેથી તેને આત્મપ્રાપ્તિ દુર્લભ છે. એકલા રાગવડે કાંઈ જ્ઞાનીની ઉપાસના થતી નથી.
જ્ઞાની અતીન્દ્રિયઅનુભૂતિવાળા છે, ને તેની ખરી ઓળખાણ પણ કંઈક અંશે
અતીન્દ્રિયભાવવડે જ થાય છે. એવી ઓળખાણપૂર્વકની ઉપાસના તે સાચી ઉપાસના છે;
એવી સમ્યક્ ઉપાસના કરનાર જીવ પોતે પણ અવશ્ય આત્માને જાણીને મોક્ષસાધક
થાય છે.
“અહા, ધર્માત્માની અનુભૂતિનો મહિમા સાંભળીને, અને એવી અનુભૂતિવાળા
ધર્માત્માઓને નજર દેખીને આત્માર્થીજીવોને ઘણી જ પ્રસન્નતા થાય છે. કોઈ કહે–
રત્નોનો મહિમા કેમ ન કર્યો! અરે ભાઈ, જગતના રત્નો જે અનુભૂતિના ચરણે અર્પાઈ
જાય છે–તેનો મહિમા દેખો. સમવસરણનો મહિમા નથી, સર્વજ્ઞનો મહિમા છે,
સમવસરણને લીધે કાંઈ સર્વજ્ઞનો મહિમા નથી, પણ સર્વજ્ઞને લીધે સમવસરણની શોભા
છે. તેમ જે વસ્તુવડે જ્ઞાનીની ભક્તિ કરવામાં આવે છે, મહિમા તે વસ્તુનો નહિ પણ
તેના વડે જેની ભક્તિ કરવામાં આવે છે તેનો મહિમા છે, અને તેની ઓળખાણપૂર્વક જ
ભક્તિનો સાચો લાભ મળે છે. ધર્મના મંગલઉત્સવોમાં એવો લાભ લેવો તે મુમુક્ષુઓનું
કામ છે.
–જય મહાવીર.
પૂ. બેનશ્રી ચંપાબેનના મંગલજન્મોત્સવની ખુશાલીમાં, આ
અંકમાં પ્રશમરસસૂચક શાંત મુદ્રાવાળું તેઓશ્રીનું જે સુંદર રંગીન ચિત્ર
આપવામાં આવ્યું છે, તેના ખર્ચની રકમ રૂા. ૬૭૧/– સોનગઢવાળા શ્રીમતી
લીલાવતીબેન (ધ. પ. વૃજલાલ નાગરદાસ મોદી–મુંબઈ) તરફથી
આપવામાં આવ્યું છે–તે બદલ ધન્યવાદ. (આ ઉપરાંત આત્મધર્મ–
બાલવિભાગની નિબંધયોજનામાં નિબંધ લખનાર ભાઈ–બહેનોને
રજતચંદ્રકો પણ તેમના તરફથી આપવામાં આવ્યા છે.)
આ અંકમાં વધુ પાનાં છાપવા માટે રૂા. ૪૦૧/– વાસંતીબેન
ગુણવંતરાય પ્રેમચંદ ભાયાણી લાઠીવાળા તરફથી આપવામાં આવેલ છે.
ધન્યવાદ.