•
સમવસરણ–જિનવર તણો, દીધો દ્રષ્ટ ચિતાર;
ઉરમાં અમૃત સીંચીને, કર્યો પરમ ઉપકાર.
* * *
સીમંધર–દરબારના, બ્રહ્મચારી ભડવીર;
ભરતે ભાળ્યા ભાગ્યથી, અતિશય ગુણગંભીર.
* * *
સીમંધર–કુંદની રે કે વાત મીઠી લાગે સાહેલડી,
અંતરના ભાવમાં રે કે ઉજ્જવળતા જાગે સાહેલડી;
ખમ્મા મુજ માતને રે કે અંતર ઉજાળ્યાં સાહેલડી,
ભવ્યોનાં દિલમાં રે કે દીવડા જગાવ્યા સાહેલડી.
* * *
“અમે અમારા આત્માનું કરવા આવ્યા છીએ (અર્થાત્ અમને
આ બધું ઉપાધિ લાગે છે).” –પૂ. બહેનશ્રી ચંપાબેન
“બેન! લોકોને ભાવ થાય,...તમારે જોયા કરવું,...તમારે શું છે?
...લોકોને (જન્મદિવસ ઊજવવાના) ભાવ તો થાય ને! મારા હિસાબે
તો લોકો જે કંઈ કરે છે તે (પણ) ઓછું છે.” –પૂ. ગુરુદેવ