: ભાદરવો : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
હે ભવ્ય! જિનવચનવડે તું આ પરમ સત્યને જાણ કે–
સિદ્ધના જીવો અને તારો જીવ
પરમાર્થે સરખાં છે.
[નિયમસાર ગા. ૪૭–૪૮ ના પ્રવચનમાંથી]
* સિદ્ધજીવો અને સંસારી જીવો, તેમના પરમસ્વભાવમાં કોઈ તફાવત નથી–
કેમકે પરમાર્થે જેવા ગુણો સિદ્ધજીવોમાં છે તેવા જ ગુણો સંસારીજીવોમાં
વિદ્યમાન છે. –આવા પરમસ્વભાવને હે ભવ્ય! જિનવચનવડે તું જાણ.
* આવા પોતાના પરમસ્વભાવને પરમગુરુના પ્રસાદથી જાણીને જીવો સિદ્ધપદને
પામ્યા છે. જેવા કારણસ્વભાવરૂપ હતા, તેની આરાધના કરી ત્યારે તેવા
શુદ્ધકાર્યરૂપ થયા.
આ રીતે પરમસ્વભાવની ઉપાસના તે જ પરમપદનો ઉપાય છે.
* સિદ્ધજીવો તો અષ્ટમહાગુણના આનંદની સમૃદ્ધિસહિત છે, તેમને ઓળખતાં
પરમાર્થે તેમના જેવો પોતાનો આત્મા પણ અષ્ટમહાગુણના આનંદથી ભરેલો છે,
–તે ઓળખાય છે, ને તેની અનુભૂતિવડે જીવ સિદ્ધપદને પામે છે.
જુઓ, શ્રી ગુરુઓએ પ્રસન્ન થઈને આવો પરમસ્વભાવ બતાવ્યો, ને પરમાગમોએ
પણ આવા પરમસ્વભાવને પ્રસિદ્ધ કર્યો છે; પરમગુરુના પ્રસાદથી ને પરમાગમના
અભ્યાસથી, સહજ વૈરાગ્યમય અંતર્મુખ પરિણતિ વડે આવા કારણ સમયસારરૂપ
પરમતત્ત્વને જે જાણે છે તેને સમ્યક્ત્વાદિરૂપ શુદ્ધકાર્ય પણ તેની સાથે વર્તે જ છે, તે જીવ
અત્યંત આસન્નભવ્ય છે એટલે મોક્ષમાર્ગી છે; અને સંસારના કલેશથી તેનું ચિત્ત અત્યંત
થાકેલું છે. પરમ ચૈતન્યતત્ત્વ સિવાય બીજે ક્્યાંય તેને ગમતું નથી, ક્્યાંય તેનું ચિત્ત ઠરતું
નથી.
સંસારમાં ક્્યાંય ગમે તેવું નથી, એક પરમ ચૈતન્યતત્ત્વ આત્મા જ એવો છે કે જેમાં
મુમુક્ષુને ગમે છે. ધર્મીને સ્વભાવની અનુભૂતિવડે ચૈતન્યપદ એક જ સારરૂપ લાગ્યું છે, ને
સર્વે પરભાવરૂપ સંસાર તેને અસાર લાગે છે.
કારણસ્વભાવનો સ્વીકાર ક્્યારે થાય? કે તેમાં અંતર્મુખ થઈને સ્વાનુભવવડે
જેની પર્યાય શુદ્ધકાર્યરૂપ થઈ છે તેને જ કારણનો સાચો સ્વીકાર છે કે ‘આ મારા શુદ્ધકાર્યનું
કારણ છે.’ કાર્ય વગર કારણ કોનું? કારણ–કાર્ય એકસાથે છે. શુદ્ધસ્વભાવ ભલે અનાદિથી
જ છે, પણ ‘કારણ’ તરીકે તેનો સ્વીકાર ત્યારે જ થયો કે જ્યારે તેના અનુભવ વડે