Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 101 of 106

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૯૩ :
* અને દુનિયાના લોકો ખરાબ કહીને નિંદા કરી તેથી કાંઈ અંદર નુકશાન થઈ જતું
નથી.
* પોતાના સ્વભાવની સાધનાથી પોતાને લાભ છે, ને પોતાના વિભાવથી પોતાને
નુકશાન છે.
* સ્વભાવમાં કે વિભાવમાં દુનિયા સાથે કાંઈ સંબંધ નથી.
ભાઈ, તારા ભાવને દુનિયાના લોકો માને કે ન માને તેથી તારે શું? તું રાગ –
દ્વેષ – કષાયવડે તારા આત્માની હિંસા ન કર, ને વીતરાગી શાંતિનું વેદન કર – એ
જ તારું પ્રયોજન છે.... એ જ ધર્મીનું જીવન છે.
જગતચક્ષુ પૂર્ણતાને પામે છે.
‘સમયસાર’ તે જગતચક્ષુ છે; તેની પૂર્ણતા પ્રસંગે
શ્રી આચાર્યદેવ કહે છે કે અહો! આનંદમય – વિજ્ઞાનઘન
એવા આત્મ–સ્વભાવને સ્વસંવેદનપ્રત્યક્ષ કરતું આ એક
જગતચક્ષુ પૂર્ણતાને પામે છે.
આત્મા પોતે વિજ્ઞાનઘન છે, આનંદમય છે, તેને
સ્વસંવેદન વડે પ્રત્યક્ષ કરવો તે આ સમયસારનું ફળ છે.
આત્માના સ્વસંવેદનપૂર્વક સંતોએ રચેલું આ
પરમાગમ અતીન્દ્રિય આનંદનું વેદન કરાવે છે. ધર્મી
જીવોને આવા આનંદનું વેદન કરાવતું થકું આ પરમાગમ
પૂર્ણતાને પામે છે.
ધન્ય દિવ્ય વાણી “ કારને રે...
જેણે પ્રગટ કર્યો આત્મદેવ....
જિનવાણી જયવંત ત્રણલોકમાં રે...