સમકિતી નાના પુત્ર છીએ, – નાના પણ સર્વજ્ઞના પુત્ર છીએ, એટલે રાગથી જુદા
પડ્યા છીએ; જ્ઞાન અને રાગની ભિન્નતાના ભેદજ્ઞાન વડે રાગ સાથેનું રાગપણ
તોડીને સર્વજ્ઞપદ સાથે સગપણ બાંધ્યું છે – તેથી અમારું ચિત્ત પરમ શાંત થયું છે, ને
ગણધરાદિની જેમ અમે પણ પ્રભુના મોક્ષમાર્ગમાં આનંદથી ચાલી રહ્યા છીએ.
પિતાના બે પુત્રોની જેમ કેવળજ્ઞાન અને મતિજ્ઞાન બંને જ્ઞાનની જ જાત છે, એક
જ્ઞાનનું જ પરિણમન છે. જેમ કેવળજ્ઞાન રાગનું કર્તૃત્વ નથી, તેમ સમ્યગ્દ્રષ્ટિના મતિ –
શ્રુતજ્ઞાનમાં પણ જ્ઞાનથી ભિન્ન રાગાદિનું કર્તૃત્વ નથી; જ્ઞાનસ્વભાવમાં જ તન્મય
પરિણમતું તેનું જ્ઞાન પણ કેવળજ્ઞાનની જેમ જ રાગનું ને પરનું જ્ઞાતા છે, તોથી જુદું
રહીને તેને જાણે છે. આવું મતિ – શ્રુતજ્ઞાન અતીન્દ્રિય સુખને સાથે લેતું પ્રગટે છે; ને
પછી તે વધતાં – વધતાં કેવળજ્ઞાનમાં પર્ણ સુખ પ્રગટે છે, તે સૌથી મહાન સર્વોત્કૃષ્ટ
સુખ છે. અહો, એ જ્ઞાન ને એ સુખના મહિમાની શી વાત? કેવળજ્ઞાનમાં એવું
અચિંત્ય સામર્થ્ય છે કે અનંત એવા આકાશને પણ તે અનં તરીકે જાણી લ્યે છે; એક
ચૈતન્યરસમાં જ લીન રહે છે. જ્ઞાનના આવા સ્વાદનો નિર્ણય સમ્યગ્દ્રષ્ટિને જ થાય છે.
દરેક જીવમાં આવો જ્ઞાનસ્વભાવ છે તેની પ્રતીત કરીને, હે જીવો! તેનું સેવન કરો.
સમ્યગ્જ્ઞાન, તે સર્વે મોહરૂપી હાથીને ભગાડી મુકે ને મોક્ષને સાધે – એવી
તાકાતવાળું છે.