Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 103 of 106

background image
: આસો : ૨૫૦૧ આત્મધર્મ : ૯૫ :
વિદાયની વેળાએ
ભગવાન મહાવીરપ્રભુના અઢીહજારવર્ષીય નિર્વાણમહોત્સવનું આ
મંગલવર્ષ હવે પૂરું થાય છે; સાથે સાથે આપણા આ આત્મધર્મનું ૩૨ મું વર્ષ પણ
આ અંકની સાથે પૂરું થાય છે. બંધુઓ! ૩૨ વર્ષે હવે હું આત્મધર્મના લેખન –
સંપાદનકાર્યથી નિવૃત્તિ લઉં છું’ ૩૨ વર્ષ સુધી આત્મધર્મ દ્વારા આપણે નિયમિત
મળતા રહ્યા; દેવ – ગુરુ – ધર્મને હૃદયમાં રાખીને, સાધર્મી જનો પત્યે હાર્દિક
વાત્સલ્યભાવથી મેં ‘આત્મધર્મ’ લખ્યું છે નેઆપ સૌએ પણ તેવા જ ભાવથી
આત્મધર્મ વાંચ્યું છે. પાઠક બંધુઓ! આપ માત્ર પાઠક નહિ પરંતુ મારા સાધર્મી
પણ છો, – મારા સાધર્મીજનો પ્રત્યે મને હાર્દિક વાત્સલ્ય છે, ને સમસ્ત પાઠકજનોને
પણ મારા પ્રત્યે જે હાર્દિક વાત્સલ્ય વહેવડાવ્યું છે – તે જીવનમાં કદી નહિ ભુલાય.
“આત્મધર્મ હંમેશાંં આત્માને મહિમા પ્રસિદ્ધ કર્યો છે; તેના દ્વારા ૩૨ વર્ષ
દરમિયાન દેવ–ગુરુ–ધર્મની ને જિનવાણીની જે પ્રભાવના થઈ છે તે સૌ સાધર્મીઓ
જાણે જ છે. આટલા દીર્ધકાળના પરિચય બાદ નિવૃત્ત થતાં, વિદાયની વેળાએ
આપણું હૃદય લાગણીસભર બને તે સહજ છે. પરંતુ આપણા પૂજ્ય ગુરુદેવે
આપણને શીખવ્યું છે તેમ સયોગ – વિયોગમાં સમપણે રહીએ, ને સંયોગ –
વિયોગથી અલિપ્ત એી આપણી ચેતનાને જ આનંદથી ભાવીએ! શ્રીગુરુએ
આપણને આપેલી એ મહાન – અમૂલ્ય – સાચી પ્રસાદી છે.
આ પ્રસંગે ૩૨ વર્ષના દીર્ધકાળના પ્રસંગો સ્મૃતિપટમાં એકસાથે તરવરે છે.
૧૯ વર્ષના એક અબુધ–છોકરાને પ્રેમથી શરણમાં લઈને ગુરુદેવે પોતાનો જ ગણીને
જ્ઞાન–વૈરાગ્યનું સીંચન કર્યું... જૈનધર્મ... અને તેમાં પણ કુંદકુંદપ્રભુની આમ્નાયનો
જૈનધર્મ, કેવો અદ્ભુત સુંદર છે! – તે ગુરુદેવે અસંખ્યપ્રદેશમાં ઠાંસીઠાંસીને સમજાવ્યું.
મારા ધન્ય ભાગ્યે મને આવા ગુરુ અને આવો સુંદર માર્ગ મળ્‌યો.... સાથે સાથે પૂ.
ધર્મમાતાઓના પ્રસાદે ગુરુદેવના ઉત્તમ ભૂત – ભાવિની આશ્ચર્યકારી વિશિષ્ટતા
જાણવા મળી ને તેઓશ્રીએ આત્મહિતની ઊંડી ઊંડી અનેરી પ્રેરણાઓ