Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 104 of 106

background image
: ૯૬ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
આપીને મને આત્મરસ પીવડાવ્યો. કલ્પનાતીત આવો સુયોગ, અને તેની સાથે
‘આત્મધર્મ’ ના કાર્ય દ્વારા જ્ઞાનરસનું નિરંતર ઘોલન, એ બધું જેમના પ્રતાપે પ્રાપ્ત થયું
– તે પરમ ઉપકારી ગુરુદેવના ચરણમાં હૃદયની ઊર્મિથી લાખ–લાખ વંદન કરું છું.
બંધુઓ, ૩૨ વર્ષ દરમિયાન પૂ. ગુરુદેવના મંગલ ચરણમાં રહીને, આત્મધર્મ
દ્વારા વીતરાગી દેવ – ગુરુ –ધર્મ જિનવાણીની જેટલી સેવા મારાથી થઈ શકી તેટલી
મેં સાચા ભાવથી કરી છે... આમ છતાં તેમાં મારાથી જે કાંઈ ક્ષતિ – દોષ થયા હોય
તે માટે હું દીનભાવપૂર્વક વિનયથી હાથ જોડીને ક્ષમા માંગુ છું. હે જિનવાણી માતા!
ઉદારદિલે તમારા આ બાળકને ક્ષમા કરજો, માતા! મારું જીવન સદાય તમારી સેવા
માટે જ છે. આજે વિદાયની વેળાએ અને સન્તોષ છે કે જિનવાણી માતાની સાચા
ભાવથી મેં જે સેવા કરી છે તેનું સમ્યક્ફળ જિનવાણી –માતાએ મને આપ્યું છે.
ભગવાન મહાવીરના ૨૫૦૦ વર્ષીય નિર્વાણમહોત્સવના આ વર્ષમાં મહાવીર
પ્રભુના શાસનના અપાર મહિમાને આપણે આત્મધર્મદ્વારા ખૂબખૂબ પ્રસિદ્ધ કર્યો છે.
હવે એ નિર્વાણમહોત્સવું વર્ષ પૂરું થઈ રહ્યં છે ત્યારે આત્મધર્મનું ૩૨ મું વર્ષ પણ
પૂરું થાય છે, ને સાથે સાથે મારું સંપાદકત્વ પણ હવે પૂરું થાય છે..... આત્મધર્મના
સંપાદનકાર્યથી હું હવે વિદાય લઉં છું.
વિદાયની આ વેળાએ મને યાદ આવે છે – મહાવીર ભગવાન અને સીમંધર
ભગવાન..! મને યાદ આવે છે પંચપરમેષ્ઠી દેવ ને કુંદકુંદપ્રભુ...! મને યાદ આવે છે
ગુરુદેવના અનંત અનંત ઉપકારો... ને મારા હૃદયમાં ઊભરાય છે પૂ. માતાજીની
વાત્સલ્યભરી ઊર્મિઓ! અને, મારા સૌ સાધર્મી ભાઈ – બેનોના વાત્સલ્યપેમને
પણ હું કેમ ભૂલું! બસ બંધુઓ! આવો જૈનમાર્ગ પામીને આત્માની સાધનામાં ખૂબ
– ખૂબ આગળ વધજો.... ને સૌ આનંદમાં રહેજો... મંગલ વિદાય! “જય મહાવીર.”
વિદાય દેજો પ્રેમથી, ભૂલીને વેરભાવ!
જિનશાસનની છાયડી, વસજો ઉર સદાય!
જિનવાણીની સેવા જીવનનો એ સાર!
સાધર્મીને સ્નેહથી દુઃખમાં દેજો પ્યાર!
દેવ–ગુરુ ને ધર્મનું શરણું રહો સદાય;
મંગલકારી આત્મા, (બસ!) એ જ સત્ય સુખદાય.
–આપના ભાઈ હરિ૦