Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 106

background image
: ૨૨ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
જ્ઞાનીના અંતરંગ ચેતનાપરિણામ વિષયોથી ને રાગથી કેવા પાર છે
તેની અજ્ઞાનીને ખબર નથી. ચૈતન્યસુખનો જે સ્વાદ જ્ઞાનીના વેદનમાં આવ્યો
છે તે સ્વાદની, અજ્ઞાની વિષયલુબ્ધ પ્રાણીને બિચારાને ગંધ પણ નથી...એટલે
પોતાની દ્રષ્ટિએ જ્ઞાનીને જોવા જાય છે, પણ જ્ઞાનીની વાસ્તવિક દશાને તે
ઓળખતો નથી. ઓળખે તો અપૂર્વ કલ્યાણ થાય.
મુનિ ધ્યાનમાં આત્માના આનંદમાં લીન હોય....ને કોઈ સિંહ આવીને
શરીરને ફાડી ખાતા હોય....ત્યાં બાહ્યદ્રષ્ટિ મૂઢ પ્રાણીને એમ થાય કે ‘અરેરે!
આ મુનિ કેટલા બધા દુઃખી!! ’–પણ મુનિને તો અંદરમાં સર્વાર્થસિદ્ધિના દેવ
કરતાંય વધારે આનંદરસની ધારા ઉલ્લસી છે....સિદ્ધ ભગવાન જેવા પરમ
આત્મસુખમાં તે લીન છે....અહીં તો હજી શરીરને સિંહ ખાતો હોય ત્યાં તો
અતીન્દ્રિય આનંદમાં લીનતા સહિત, એકાવતારીપણે દેહ છોડીને મુનિ તો
સિદ્ધની પાડોશમાં સર્વાર્થસિદ્ધિમાં ઊપજ્યા હોય! (સિદ્ધશિલાથી સર્વાર્થસિદ્ધિ
ફકત બાર જોજન દૂર છે.)
સંયોગમાં કે રાગમાં સુખ માનીને તેમાં પોતાના આત્માને ધર્મી નથી
ઝુલાવતા, પણ ધર્મી તો આત્માનો વિશ્વાસ કરીને તેના આનંદમાં આત્માને
ઝુલાવે છે. સ્વરૂપના આનંદમાંથી બહાર નીકળવું તે પ્રમાદ ને દુઃખ છે.
વ્યવહારમાં તો એમ કહેવાય કે તીર્થયાત્રા ન કરે તે આળસુ છે. શાંતિનાથ
ભગવાનના માતાજી અચિરાદેવીને ગર્ભકલ્યાણક વખતે દેવીઓ વિનોદથી પ્રશ્ન
પૂછે છે કે હે માતા! ખરો આળસુ કોણ? ત્યારે માતાજી કહે છે કે જે તીર્થયાત્રા
ન કરે ને વિષયોમાં જ વર્તે તે આળસુ છે;–એ રીતે ત્યાં વ્યવહારમાં એમ
કહેવાય; પણ પરમાર્થે તો ચિદાનંદસ્વરૂપના અનુભવમાંથી બહાર નીકળવું તે
પ્રમાદ છે–એટલે કે આળસ છે. ચૈતન્યના આનંદના અનુભવમાં લીન સંતો
તેમાંથી બહાર નીકળવાના આળસુ છે...કેમકે આત્માના અનુભવ સિવાય બીજે
ક્યાંય તેમને સુખ ભાસતું નથી.
ધર્માત્મા શરીરાદિકથી ભિન્ન પોતાના આત્માની એવી ભાવના ભાવે છે
કે–ઈન્દ્રિયોદ્વારા જે દેખાય છે તે હું નથી, મારું સ્વરૂપ તો પરમ ઉત્તમ જ્ઞાન–
જ્યોતિ છે ને આનંદસહિત છે, પરમ પ્રસન્નતારૂપ જે પરમાર્થ સુખ તેનાથી
સહિત છે; હું મારા આવા સ્વરૂપને અંતરમાં દેખું છું; તેમાં મને પરમ સુખની
અનુભૂતિ છે. માટે ઈન્દ્રિયોને બાહ્ય વિષયોથી હઠાવીને અતીન્દ્રિયજ્ઞાન વડે હું