અનાસક્ત છું, તેમાં ક્યાંય મને મારાપણું કે સુખ ભાસતું નથી.
ઈન્દ્રિયોથી ન દેખાય; આત્મા તો અતીન્દ્રિય જ્ઞાનમય છે, ને અતીન્દ્રિયજ્ઞાનથી જ
તે દેખાય છે.–ધર્માત્મા પોતાના જ્ઞાનને વિષયોથી પાછું વાળીને અંતરમાં પોતાના
સ્વરૂપમાં વાળે છે; તેમાં તેને પોતાના કોઈ પરમ અચિંત્ય અદ્ભુત આનંદનો
અનુભવ થયો છે, માટે તે બાહ્ય વિષયોમાં અનાસક્ત છે. તેને પોતાના
આત્મસ્વરૂપનું ચિંતન જ સુખકર લાગે છે, ને ઈન્દ્રિયવિષયો તો દુઃખકર લાગે છે;
માટે તે ધર્માત્મા પોતાની બુદ્ધિમાં આત્માને જ ધારણ કરે છે, અને શરીરાદિકને
ધારણ કરતા નથી. ધર્માત્માની આવી અનુભૂતિનું નામ સમાધિ છે.
તેને શરૂઆતમાં કષ્ટ લાગે છે, કેમકે અનાદિથી બાહ્ય વિષયોમાં જ અભ્યાસ છે,
તેથી તે બાહ્ય વિષયોથી પાછા ખસીને આત્મભાવનામાં આવતાં કષ્ટ લાગે છે.
આનંદ થશે કે તેના સિવાય બહારના બધા વિષયો કષ્ટરૂપ–દુઃખરૂપ લાગશે.
નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ થઈ–સમ્યગ્દર્શન થયું ત્યાં ધર્મી વારંવાર તેની
જ ભાવના કરે છે, ને તેને આત્મામાં જ સુખ લાગે છે, તથા બાહ્યવિષયો
દુઃખરૂપ લાગે છે. આનંદનો અનુભવ ન હતો, આત્માની શાંતિ દેખાતી ન
હતી ત્યારે તો અંતરના અનુભવનો ઉદ્યમ કરવામાં કષ્ટ લાગતું ને બહારમાં
સુખ લાગતું; પણ જ્યાં અંતરમાં આનંદનો અનુભવ થયો–સ્વાદ ચાખ્યો ત્યાં
બહારો રસ ઊડી ગયો ને ચૈતન્યના અનુભવનું સુખ જોયું એટલે હવે તો તેને
આત્માના ધ્યાનનો ઉત્સાહ આવ્યો....જેમ વધારે એકાગ્રતા કરું તેમ વધારે
આનંદ ને શાંતિનું