લાગતું, પણ હવે જ્યાં આનંદનો સ્વાદ ચાખ્યો ત્યાં ધર્મીને તેમાંથી બહાર
નીકળવું કષ્ટરૂપ–દુઃખરૂપ લાગે છે.
શાંત ચૈતન્યસરોવરમાં જ પોષાણી છે, તે શાંતિના વેદનમાંથી બહાર નીકળીને
પુણ્ય કે પાપના ભાવમાં આવવું પડે તે તેમને દુઃખરૂપ લાગે છે. ચૈતન્યસુખના
રસ પાસે તેને આખું જગત નીરસ લાગે છે, સમસ્ત વિષયો દુઃખરૂપ લાગે છે.
નરકમાં રહેલા કોઈ સમકિતી જીવને આત્માના અતીન્દ્રિય આનંદના વેદનની જે
શાંતિ આવે છે, તેવી શાંતિ મિથ્યાદ્રષ્ટિને સ્વર્ગના વૈભવમાં પણ નથી, અરે!
સંયોગમાં શાંતિ હોય કે સ્વભાવમાં! ચૈતન્યના શાંત જળમાંથી બહાર નીકળીને
ઈન્દ્રિયવિષયો તરફ દોડે છે તે જ આકૂળતા છે, ને અતીન્દ્રિય ચૈતન્યમાં ઉપયોગ
ઠરે છે તેમાં પરમ અનાકુળ શાંતિ છે. માટે ભાઈ! આત્માના આનંદનો વિશ્વાસ
કરીને વારંવાર દ્રઢપણે તેમાં એકાગ્રતાનો ઉદ્યમ કર.
ન હોય. પણ જ્યાં તેને પોતાના મીઠા કૂવાની ખબર પડી અને તેનું સ્વચ્છ
પાણી ચાખ્યું, ત્યાં ખારા પાણીનો રસ ઊડી ગયો....હવે ઘર આંગણે મળતું
ઊંડા કૂવાનું મીઠું પાણી લેવામાં તેને કષ્ટ નથી લાગતું; સ્વાદ ચાખ્યા પછી
તેમાં કષ્ટ નથી લાગતું. તેમ અજ્ઞાની જીવે અનાદિથી સદા બાહ્ય–
ઈન્દ્રિયવિષયોમાં આકુળતારૂપ ખારા સ્વાદને જ ચાખ્યો છે, પણ પોતાના
ચૈતન્યકૂવામાં ભરેલા આત્માના અતીન્દ્રિય અનાકુળ મીઠા સ્વાદને–આનંદને
ચાખ્યો નથી, તેથી તેના પ્રયત્નમાં તેને કષ્ટ લાગે છે. પણ જ્યાં અંતર્મુખ
ચૈતન્યકૂવામાં ઊંડે ઊતરીને વિષયાતીત આનંદનો સ્વાદ ચાખ્યો ત્યાં તેના
વારંવાર પ્રયત્નમાં તેને કષ્ટ લાગતું નથી, ઊલટું બાહ્ય વિષયો તેને ખારા
લાગે છે–નીરસ લાગે છે. માટે આત્માની જ ભાવના કરવી. (પર) આત્માની
ભાવના કઈ રીતે કરવી? તે હવે ૫૩ ની ગાથામાં કહેશે.